ગુજરાતના જાણીતા સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડીયાનું આજે લાંબી બિમારીથી નિધન થયુ છે. મહેશ કનોડીયાના નિધનથી ગુજરાતી ફિલ્મસંગીત ક્ષેત્રે જાણીતી મહેશ નરેશની જોડી ખંડિત થઈ છે. મહેશ કનોડિયા એ ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર નરેશ કનોડીયાના મોટાભાઈ હતા. ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશ કનોડીયા પાટણ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. મહેશ કનોડિયાના નિધન અંગે અનેક રાજકીય, સામાજીક અને ફિલ્મ ક્ષેત્રના અગ્રણીઓએ સોશ્યલ મિડીયા થકી દુઃખ વ્યક્ત કર્યું છે.
આ પણ વાંચોઃ ચીનને પહેલીવાર ભારતીય સૈન્ય અને સરકારનો પરચો મળ્યોઃ મોહન ભાગવત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો