“કોંગ્રેસના કારણે ખેડૂતો રહ્યાં ગરીબ, 50 વર્ષ સુધી ચલાવી વિનાશકારી નીતિ”, રાહુલને જાવડેકરનો જવાબ

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કોંગ્રેસ નથી ચાહતી કે ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન થાય. ખેડૂત-સરકારની ચર્ચા નિષ્ફળ કરવા ઇચ્છે છે.

“કોંગ્રેસના કારણે ખેડૂતો રહ્યાં ગરીબ, 50 વર્ષ સુધી ચલાવી વિનાશકારી નીતિ”, રાહુલને જાવડેકરનો જવાબ
Prakash Javadekar
Hardik Bhatt

| Edited By: Bhavesh Bhatti

Jan 20, 2021 | 2:23 PM

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, કોંગ્રેસ નથી ચાહતી કે ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન થાય. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે રાહુલ ગાંધી પર ‘ખેતીનું ખૂન’ નામની કૃષિ કાયદા અંગેની એક પુસ્તિકા બહાર પાડવા બદલ પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની રમત શું છે? આવતીકાલે ખેડૂત અને સરકાર વચ્ચે દસમા રાઉન્ડની ચર્ચા છે. કોંગ્રેસ તે કોઈપણ રીતે નિષ્ફળ કરવા માંગે છે, કારણ કે કોંગ્રેસ ખેડૂતોની સમસ્યાઓ હલ કરવા નથી માંગતી. કોંગ્રેસને ખૂન શબ્દથી ખૂબ પ્રેમ છે. હું તમને યાદ અપાવવા માંગું છું કે તમે ખેતીનું ખૂન કહી રહ્યા છો, પરંતુ તમે ખૂનની રમત રમ્યા, ભાગલા વખતે લાખો લોકો મરી ગયા, શું તે ખૂન નહોતા ?

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો છે કે દેશ પર 4-5 પરિવારો હાવી છે, પરંતુ તેવું નથી, હવે દેશ પર કોઈ કુટુંબ શાસન નથી કરતું. 125 કરોડ લોકોનું આ શાસન છે, મોદી સરકારમાં આ પરિવર્તન આવ્યું છે. જ્યારે કોંગ્રેસે 50 વર્ષ સુધી સરકાર ચલાવી ત્યારે એક પરિવારનું શાસન ચાલુ રહ્યું. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે વધુમાં કહ્યું કે, હું રાહુલ ગાંધીને એ સવાલ પૂછું છું કે આજે દેશનો ખેડૂત ગરીબ છે તો કોની નીતિ નબળી હતી? કોંગ્રેસે 50 વર્ષથી લાગુ કરેલી વિનાશક નીતિને કારણે ખેડૂત ગરીબ રહ્યો. ક્યારેય તેની પેદાશની કિંમત ખેડૂતોને કોંગ્રેસે ચૂકવી નથી.

રાહુલ ગાંધીએ શું કહ્યું? આ અગાઉ રાહુલ ગાંધીએ બુકલેટ બહાર પાડતાં કહ્યું હતું કે, ‘હું નરેન્દ્ર મોદી અને અન્યથી ડરતો નથી. હું એક સુઘડ માણસ છું. આ લોકો મને સ્પર્શ પણ કરી શકતા નથી, તેઓ મને શૂટ પણ કરી શકે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે દરેક ઉદ્યોગમાં ચાર-પાંચ લોકોનો ઈજારો વધતો જાય છે, એટલે કે આ દેશના ચાર-પાંચ નવા માલિકો છે. આજ સુધી કૃષિમાં કોઈ એકાધિકાર નથી. નરેન્દ્ર મોદી ખેતીનો આખો ઢાંચો ચારથી પાંચ લોકોના હાથમાં આપી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું, ‘આજે દેશની સામે એક દુર્ઘટના આવી છે, સરકાર દેશની સમસ્યાને અવગણવા માંગે છે અને ખોટી માહિતી આપી રહી છે.’ હું એકલા ખેડુતો વિશે બોલવાનો નથી કારણ કે તે દુર્ઘટનાનો ભાગ છે. યુવાનો માટે આ મહત્વપૂર્ણ છે. તે વર્તમાન વિશે નથી પરંતુ તમારા ભવિષ્ય વિશે છે. તેમણે કહ્યું કે નવા કૃષિ કાયદા એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તેઓ દેશના કૃષિ ક્ષેત્રને બરબાદ કરી નાંખશે. સરકાર ખેડૂતોનું ધ્યાન હટાવવા પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો: શું સાડા ત્રણ મહિના બાદ JACK MA ફર્યો પરત? શું છે આ વાયરલ વિડિયોની સત્યતા?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati