AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું સાડા ત્રણ મહિના બાદ JACK MA ફર્યો પરત ? શું છે આ વાયરલ વિડિયોની સત્યતા ?

વૈશ્વિક દબાણને પગલે, ચીનના સત્તાવાર સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સે (Global Times) સાડા ત્રણ મહિનાથી ગુમ થયેલા જેકમાનો (JackMa) વિડીયો એકાએક રજૂ કર્યો. પરંતુ વિડીયોમાં એવુ ક્યાય નથી કે જેકમા પરત ફર્યો હોય. જેકમા પરત ફર્યા તો જેકમાના સત્તાવાર ટવીટર પરથી કેમ આ વિડીયો પોસ્ટ ના થયો ? જેકમા શિક્ષકાને ક્યારે મળ્યો ? ક્યા મળ્યો ? તેનો પણ કોઈ ઉલ્લેખ નથી. જેકમાનો અલીબીબા (Alibaba ) વ્યવસાય ચીન સરકાર પચાવી પાડવા માંગતી હોવાની ચીનમાં ભારે અફવા ફેલાઈ છે. તેથી ચીન સરકારે આ પ્રકારે ગતકડુ કર્યુ હોવાનું મનાઈ રહ્યું છે.

શું સાડા ત્રણ મહિના બાદ JACK MA ફર્યો પરત ? શું છે આ વાયરલ વિડિયોની સત્યતા ?
jack ma
Charmi Katira
| Edited By: | Updated on: Jan 20, 2021 | 12:27 PM
Share

બે મહિનાથી વધુ સમયથી ગુમ થયેલ એશિયાની સૌથી ધનિક વ્યક્તિઓ પૈકી એક અલીબાબા ગ્રુપના(ALIBABA GROUP) માલિક જૈક મા (JACK MA) અચાનક જ દુનિયા સમક્ષ જોવા મળ્યા છે. તાજેતરમાં જ જેક મા એક વીડિયો કોન્ફરન્સમાં નજરે આવ્યા હતા. વિશ્વમાં વધતા દબાણને પગલે ચીનના(CHINA) સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે(GLOBAL TIMES)તેના ઓફિશિયલ ટ્વિટર પર જૈક માનો આ વીડિયો બહાર પાડ્યો છે.

ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર, જૈક માએ બુધવારે ચીનમાં 100 ગ્રામીણ શિક્ષકો સાથે વિડિઓ દ્વારા વાતચીત કરી છે. પરંતુ આ વિડિયોમાં ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, આ 100 ટીચરો પૈકી તે કયા શિક્ષકને મળ્યો છે તો આ 100 ટીચરોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. કયા મળ્યા તેની પણ કોઈ વિગત નથી.  આ વિડીયોમાં એવું પણ કહેવામાં નથી આવ્યું કે જૈક મા પરત ફરી રહ્યો છે. આ વિડીયો વાયરલ થયા બાદ ચીનમાં એ અફવાએ જોર પકડયું છે કે, જૈક માની કંપની અલીબાબાનું નિયંત્રણ ચીન સરકાર તેના હાથમાં લઈ શકે છે.

તો આ વિડીયો વાયરલ થયા બાદ ચર્ચા થઈ રહી છે કે, જૈક મા ગાયબ થયો  ત્યારે તે કેમ સામે આવ્યો ના હતો. તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો ખુદ જૈક મા સામે આવ્યો છે કે તેને ચીન દબાણવશ થઈને જૈક માને સામે લાવવામાં આવ્યો છે. આ વિડીયોને લઈને એક અન્ય પણ સવાલ ઉઠી રહ્યો છે કે, જો જૈક મા સામે આવ્યો જ છે તો તેની ટીમ કે તેના ઓફિશિયલ ટ્વિટર પર વિડીયો હજુ સુધી કેમ શેર કરવામાં નથી આવ્યો.

જૈક માએ ઓક્ટોબર 2020 માં ચીનની નાણાકીય નિયમનકારો અને સરકાર દ્વારા સંચાલિત બેંકોની ટીકા કરી હતી. જૈક માએ આ ટીકા શાંઘાઇમાં એક ભાષણમાં કરી હતી. જેક માએ સરકારને ધંધામાં નવીનતાના પ્રયત્નોને દબાવતી સિસ્ટમોમાં પરિવર્તન લાવવા હાકલ કરી હતી.આ ભાષણ પછી ચીનની શાસક સામ્યવાદી પાર્ટી જૈક પર બગડી હતી. આ બાદ જૈક માના ઘણા ધંધા પર પ્રતિબંધ લગાવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: બોલિવૂડની આ એક્ટ્રેસે તેના બોયફ્રેન્ડને લઈને કર્યો ખુલાસો, કહ્યું કે- FILM INDUSTRYમાં કોઈને કેમ ના કર્યું ડેટ

g clip-path="url(#clip0_868_265)">