ખેડૂત આંદોલન ભારતીય અર્થતંત્રની રિકવરીને પ્રભાવિત કરી શકે છે: CIIએ ઉચ્ચાર્યો ચેતવણીનો સુર

ખેડૂત આંદોલન ભારતીય અર્થતંત્રની રિકવરીને પ્રભાવિત કરી શકે છે: CIIએ ઉચ્ચાર્યો ચેતવણીનો સુર

ઈન્ડસ્ટ્રીઝ ચેમ્બરે ખેડૂતો અને સરકારને આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી CIIઅનુસાર, આંદોલન અર્થતંત્રની રિકવરીને પ્રભાવિત કરી શકે છે. રોડ બ્લોકને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થઈ રહ્યું છે અને ડિલિવરીનો સમય પણ વધ્યો છે. રોડ બ્લોકના કારણે ટ્રાન્સપોર્ટ 8-10 ટકા મોંઘુ થઈ ગયું છે. સમસ્યાનો નજીકના ભવિષ્યમાં હલ નીકળવો જરૂરી છે અન્યથા […]

Ankit Modi

| Edited By: Pinak Shukla

Dec 16, 2020 | 9:12 AM

ઈન્ડસ્ટ્રીઝ ચેમ્બરે ખેડૂતો અને સરકારને આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી CIIઅનુસાર, આંદોલન અર્થતંત્રની રિકવરીને પ્રભાવિત કરી શકે છે. રોડ બ્લોકને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થઈ રહ્યું છે અને ડિલિવરીનો સમય પણ વધ્યો છે. રોડ બ્લોકના કારણે ટ્રાન્સપોર્ટ 8-10 ટકા મોંઘુ થઈ ગયું છે. સમસ્યાનો નજીકના ભવિષ્યમાં હલ નીકળવો જરૂરી છે અન્યથા તેની અર્થતંત્ર ઉપર માઠી અસર પડી શકે છે.

હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાનમાં આ આંદોલનનો વધુ પ્રભાવ છે. ASSOCHAMનું કહેવું છે કે આ આંદોલનથી દરરોજ લગભગ 3500 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. ASSOCHAM એ અપીલ કરી છે કે આના સમાધાન માટે તમામ પક્ષો મળીને કામ કરે એ સમયની માંગ છે. કૃષિ સુધારણા કાયદા વિરુદ્ધ ખેડુતોના આંદોલનનો આજે 20 મો દિવસ છે. ખેડૂત સંઘ તેની માંગણીઓથી પીછેહઠ કરવા તૈયાર નથી. ખેડૂતોના આંદોલનને કારણે શાકભાજી અને ફળોના ભાવમાં વધારો થયો છે.

pm-modi-mangalvare-kutch-ni-mulakate aavse-3-karyakarm-nu-vertual-khatmuhrat-karse

વડા પ્રધાન મોદીએ ખેડૂતોને ખાતરી આપી છે કે નવો કાયદો તેમના ફાયદામાં છે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની તમામ શંકાઓને દૂર કરવા માટે તૈયાર છે. સરકાર વાટાઘાટો કરવા માગે છે જેથી કોઈ સમાધાન મળી શકે. આ સાથે જ તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું કે વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ વિરોધી પક્ષો પર ખેડૂત આંદોલન હાઇજેક કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર કાયદામાં સુધારા પર વાત કરવા તૈયાર છે પરંતુ કાયદો રોલબેક રહેશે નહીં.સરકારે ફરી એકવાર વિશ્વાસ આપવા પ્રયત્ન કર્યો છે કે કૃષિ સુધાર એક્ટ ખેડૂતોના ફાયદામાં છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ખેડૂત આંદોલનના બહાને રાજકારણ રમાઈ રહ્યું છે તેમણે દાવો કર્યો હતો કે આ સુધારાઓથી ખેડૂતોને ફાયદો થશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati