ઇલેકશન ઇફેક્ટ : અસમ સરકારે પેટ્રોલ- ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો, દારૂ પર 25 ટકા ડયુટી ઘટાડી

ઇલેકશન ઇફેક્ટ : અસમ સરકારે પેટ્રોલ- ડીઝલના ભાવમાં પાંચ રૂપિયાનો ઘટાડો કર્યો, દારૂ પર 25 ટકા ડયુટી ઘટાડી

અસમની સર્બાનંદ સોનેવાલ સરકારે આજે કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. આની  સાથ દારૂ પર 25% ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે.

Chandrakant Kanoja

| Edited By: Utpal Patel

Feb 12, 2021 | 3:20 PM

દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં Assam સરકારે ચૂંટણીના વાતાવરણમાં મોટો નિર્ણય લીધો છે. અસમની સર્બાનંદ સોનેવાલ સરકારે આજે કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. જેની  સાથે દારૂ પર 25% ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. નવા દરો અને કર આજ રાત્રે 12 વાગ્યાથી લાગુ થશે.

Assam ના નાણામંત્રી હેમંત વિશ્વાવર્માએ આજે ​​વિધાનસભામાં નવા દરોની જાહેરાત કરી હતી. અસમમાં માર્ચ-એપ્રિલમાં ચૂંટણી યોજાવાની છે. Assam માં  સરબાનંદ સોનેવાલની આગેવાનીવાળી ભાજપ સરકાર સત્તાને ટકાવી રાખવામાં માંગે છે.

તમને જણાવી દઇએ કે ગયા વર્ષે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં રેકોર્ડ ઘટાડા છતાં અસમ સરકારે કોરોના રોગચાળાના નામે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. ગયા વર્ષે એપ્રિલમાં અસમમાં પેટ્રોલ પર 5.85 પૈસા અને ડીઝલ પર 4.43 પૈસાનો વધારો થયો છે. વિપક્ષી પાર્ટીઓએ આનો જોરદાર વિરોધ કર્યો છે.

આ દરમ્યાન ક્રૂડ ઓઇલના ભાવ વધારતા નાણામંત્રીએ કહ્યું કે એકવાર કોરોના પૂર્ણ થાય પછી ફરી કિંમતોની સમીક્ષા કરવામાં આવશે. ત્યારે રાજ્ય સરકારે ભાવ વધારા પાછળની આવકમાં થયેલા નુકસાનને ટાંક્યું હતું.

અસમમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાઓ સતત મુલાકાત વધી રહી છે. થોડા દિવસો પૂર્વે પીએમ મોદીએ આસામના એક લાખથી વધુ ભૂમિહીન લોકોને જમીન ફાળવણીનું પ્રમાણપત્ર આપ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે અસમમાં અમારી સરકાર છે જેણે તમારા જીવનની ખૂબ મોટી ચિંતાઓને દૂર કરવાનું કામ કર્યું છે. થોડા દિવસો પછી, તેમણે અસમને બે મોટી હોસ્પિટલો સહિત ઘણા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati