100 કરોડની ખંડણી મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ECIR દાખલ, ઇડી તપાસ શરૂ

સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટના આદેશ મુજબ કેસ નોંધ્યો છે. ઇડીએ હવે આ ગુનાની તપાસ શરૂ કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન ( CBI ) એ દાખલ કરેલી એફઆઈઆરને આધારે કેસ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ( PMLA ) હેઠળ નોંધવામાં આવ્યો છે.

100 કરોડની ખંડણી મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ECIR દાખલ, ઇડી તપાસ શરૂ
ફાઈલ ફોટો
Neeru Zinzuwadia Adesara

| Edited By: Bipin Prajapati

May 11, 2021 | 12:50 PM

મુંબઇ:

ઇડીએ પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ ઇસીઆઈઆર એટલે કે Enforcement Case Information Report દાખલ કર્યો છે.

મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે  અનિલ દેશમુખ ઉપર 100 કરોડની ખંડણી/ વસૂલાત (Extortion) અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. તે પછી, સીબીઆઈએ મુંબઈ હાઈકોર્ટના આદેશ મુજબ કેસ નોંધ્યો છે. ઇડીએ હવે આ ગુનાની તપાસ શરૂ કરી છે.

ECIR શું છે?

તપાસ શરૂ કરતા પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અહેવાલ કરાયેલ પ્રથમ સત્તાવાર દસ્તાવેજ, એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ છે, જેને ઇસીઆઈઆર તરીકે ઓળખાય છે. જેમ કોઈ ગુનાની તપાસ શરૂ કરતા પહેલા પોલીસ પ્રથમ માહિતી અહેવાલ (એફ.આઈ.આર.) ફાઇલ કરે છે, તેવી જ રીતે ઇડી પૈસાની શોધખોળના કેસની માહિતી મળતાની સાથે જ ECIR નોંધાવે છે. તેથી, ઇડી હવે અનિલ દેશમુખની તપાસ શરૂ કરશે.

શું છે પૂરો મામલો?

મુંબઇના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર સચિન વાઝને દર મહિને 100 કરોડની વસૂલાત કરવાનો આદેશ આપ્યો હતો, એમ મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને લખેલ પત્રમાં આરોપ લગાવ્યો હતો. આ મામલે હવે દેશમુખ અને તેની ઓફિસના અધિકારીયો દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન અથવા ગુનાની તપાસ કરાશે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati