ફ્લાઈટમાં સ્મૃતિ ઈરાનીને મુસાફરે પૂછ્યું રાંધણગેસ આટલો મોંઘો કેમ? જાણો શું મળ્યો જવાબ
આ વીડિયો લગભગ 1 મિનિટ 11 સેકન્ડનો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ નેટ્ટા ડિસોઝાના સવાલોનો કોઈ સીધો જવાબ આપ્યો નથી.
મોંઘવારી સામે કોંગ્રેસે(Congress) કેન્દ્ર સરકાર(Center Government) સામે મોરચો ખોલ્યો છે. આ વચ્ચે એક મુસાફરે ફ્લાઈટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani) ને મોંઘવારી અંગે સવાલો પૂછવાનું શરૂ કર્યું હતું. આ ઘટના દિલ્હી-ગુવાહાટી ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન બની હતી. આ વાતચીતનો વિડીયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે. ફ્લાઈટમાં જ્યારે મહિલા કોંગ્રેસ અધ્યક્ષ નેટ્ટા ડિસોઝા(Netta Dsouza)નો સામનો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સાથે થયો ત્યારે તેમણે એલપીજીની મોંઘવારી(LPG PRICE HIKE) અંગે પ્રશ્ન પૂછ્યો અને આ વીડિયો ક્લિપ ડિસોઝાએ તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે UPA સરકાર દરમિયાન સ્મૃતિ ઈરાનીએ રાંધણગેસ મોંઘો થવા પર હોબાળો મચાવ્યો હતો હવે કોંગ્રેસના નેતાઓ સતત વધતી મોંઘવારી અંગે સ્મૃતિ ઈરાનીને સવાલ પૂછી રહ્યા છે.
गुवाहाटी की फ़्लाइट में @smritiirani जी से सामना हुआ।
रसोई गैस की लगातार बढ़ती क़ीमतों पर सुनिए उनके जवाब 👇
महँगाई का ठीकरा,वे किन-किन चीज़ों पर फोड़ रहीं हैं !
जनता पूछे सवाल, स्मृति जी दें टाल ! वीडियो के अंशों में ज़रूर देखिये, मोदी सरकार की सच्चाई ! pic.twitter.com/fyV6ossGZm
— Netta D’Souza (@dnetta) April 10, 2022
આ વીડિયો લગભગ 1 મિનિટ 11 સેકન્ડનો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ નેટ્ટા ડિસોઝાના સવાલોનો કોઈ સીધો જવાબ આપ્યો નથી. સ્મૃતિએ નેતા ડિસોઝાને કહ્યું કે તમે પહેલા લોકોને જમીન પર જવાનો રસ્તો આપો. જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. જેના પર નેતા ડિસોઝા કહે છે કે આ લોકોનો સવાલ છે.
આ બંને વચ્ચેની વાતચીત દરમિયાન એક મહિલા પેસેન્જર કેન્દ્રીય મંત્રીને ‘હેપ્પી બિહુ’ની શુભેચ્છા પાઠવે છે જેનો તેણે જવાબ પણ આપ્યો. જેના પર ડિસોઝા કહે છે ‘હેપ્પી બિહુ વગર ગેસ, સ્ટવ વગર’… ત્યારે સ્મૃતિ કહે છે કે ‘તું જૂઠું ન બોલો, તમે ખોટું બોલો છો’
બીજી તરફ સ્મૃતિ ઈરાની કોંગ્રેસ નેતા પર તેમની સંમતિ વિના વીડિયો રેકોર્ડ કરવાનો આરોપ લગાવી રહી છે. તેના જવાબમાં નેતા ડિસોઝા કહે છે કે તમે મહત્વના પદ પર છો અને લોકોને તમારી પાસેથી જવાબ જોઈએ છે. આ દરમિયાન સ્મૃતિ ઈરાની કહે છે કે કોરોના સંકટ દરમિયાન લોકોને મફતમાં રસી આપવામાં આવી હતી. બંને વચ્ચેની વાતચીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જ્યારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.