Maharashtra: મોંઘવારીએ લગાવી આગ! મુંબઈમાં LPG સિલિન્ડરના ભાવ 949.50, પરભણીમાં પેટ્રોલ 113. 50ના પાર

4 નવેમ્બર 2021થી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા અને 6 ઓક્ટોરબર 2021થી ઘરેલુ ગેસની કિંમતો પણ સ્થિર રહી હતી પણ રશિયા યુક્રેનના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચાતેલના ભાવ 40 ટકા વધી ગયા છે.

Maharashtra: મોંઘવારીએ લગાવી આગ! મુંબઈમાં LPG સિલિન્ડરના ભાવ 949.50, પરભણીમાં પેટ્રોલ 113. 50ના પાર
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 12:29 PM

રશિયા યુક્રેન યુદ્ધ (Ukraine Russia War)ના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારાની અસર હવે જોવા મળી રહી છે. પહેલા દૂધ પછી પેટ્રોલ-ડીઝલ અને હવે સીધા ઘરના રસોડામાં પણ મોંઘવારી (Inflation) ઘુસી આવી છે. LPG ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો (LPG Cylinder price hike) થઈ ગયો છે. મુંબઈમાં સિલિન્ડર આજથી 949.50 રૂપિયામાં મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલે (Petrol Diesel Price Hike) આ પહેલા જ સવારે જ સામાન્ય લોકોને ઉંઘ ઉડતા જ આગ લગાવી દીધી છે. મહારાષ્ટ્રના પરભણીમાં પેટ્રોલ 113.50 રૂપિયા લિટર મળી રહ્યુ છે.

ત્યારે 137 દિવસ બાદ પેટ્રોલ-ડિઝલના ભાવમાં 80 પૈસાનો પ્રતિલીટર વધારો થયો છે પણ બે વર્ષથી કોરોનાના સમયગાળા દરમિયાન ધંધા-રોજગારથી માર્યા ગયેલા સામાન્ય માણસને ફરી એકવાર જોરદાર ફટકો પડ્યો છે. કોરોનાકાળ બાદ સામાન્ય માણસ હવે મોંઘવારીથી ત્રસ્ત છે. 5 રાજ્યોની ચૂંટણીઓ બાદ મોંઘવારીનો બોઝ વધવાની આશંકા સાચી સાબિત થઈ છે.

આજથી 14.2 કિલોનો એલપીજી ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થઈ ગયો છે. લગભગ 5 મહિના બાદ સિલિન્ડર મોંઘો થયો છે. એટલે જે સિલિન્ડર પહેલા 899.50 રૂપિયામાં મળી રહ્યો હતો કે હવે 949.50 રૂપિયામાં મળશે. 4 નવેમ્બર 2021થી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હતા અને 6 ઓક્ટોરબર 2021થી ઘરેલુ ગેસની કિંમતો પણ સ્થિર રહી હતી પણ રશિયા યુક્રેનના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચાતેલના ભાવ 40 ટકા વધી ગયા છે. તેલ કંપનીઓએ આ મોંઘવારીના બોજને હવે જનતાના માથે નાખી દીધો અને મંગળવારથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગેસ મોંઘા કરી દીધા છે.

મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં ઘરેલુ ગેસની કિંમતો

  1. પૂણે- 952.5
  2. નાગપુર- 1001.5
  3. નાસિક- 953
  4. ઔરંગાબાદ- 958.5
  5. મુંબઈ- 949.5

137 દિવસ બાદ પેટ્રોલ અને ડીઝલે લગાવી આગ

આજથી એટલ કે મંગળવારથી પેટ્રોલ-ડીઝલના ભાવ પણ વધવાના શરૂ થઈ ગયા છે. 137 દિવસ બાદ પ્રતિલિટર 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો સવારે 6 વાગ્યાથી લાગુ થઈ ગઈ છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ મળીને ભાવ વધારાનો નિર્ણય લે છે.

મહારાષ્ટ્રના અલગ અલગ શહેરમાં પેટ્રોલ અને ડીઝલ આટલા રૂપિયે છે પ્રતિલિટર

શહેરનું નામ                         પેટ્રોલ                           ડિઝલ

  1. મુંબઈ-                                            110.82                                     95
  2. નવી મુંબઈ-                                    111                                            95.18
  3. પૂણે-                                               110.67                                      93.45
  4. નાસિક-                                          111.24                                       94
  5. જલગાંવ-                                        111.80                                       94.57
  6. કોલ્હાપુર-                                       111.37                                       94.15
  7. ઔરંગાબાદ-                                   112.25                                      96.71
  8. અકોલા-                                          111.12                                       93.91
  9. નાગપુર-                                          111.03                                      93.83

આ પણ વાંચો: UPSC Success Story: એન્જિનિયરિંગ પછી કરી સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી, IAS અનુપમા અંજલિ પાસેથી જાણો તૈયારીની ટિપ્સ

આ પણ વાંચો:  Gandhinagar: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 26 માર્ચે આવશે ગુજરાત, કલોલમાં વિવિધ વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત

g clip-path="url(#clip0_868_265)">