Government Alert : કોઇ પણ અજાણ્યા ફોન પર વાત કરતી વખતે કોલ ન કરતા મર્જ, નહીં તો ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
જો તમે કોઈ છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તમે હેલ્પલાઈન નંબર 155260 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.
સાયબર ફ્રોડના (Cyber Fraud) વધતા જતા મામલાને જોતા સરકારે એલર્ટ આપ્યું છે. સાયબર અપરાધીઓ નવી રીતે લોકોને છેતરી રહ્યા છે. કોરોના (Coronavirus) સમયગાળા દરમિયાન સાયબર ફ્રોડના કેસમાં વધારો થયો છે. તેથી સાવચેતી જરૂરી છે. આ અંગે સરકારે લોકોને ચેતવણી આપી છે.
ભારતના ગૃહ મંત્રાલયે OTP ફ્રોડ અંગે લોકોને ચેતવણી જાહેર કરી છે. સાયબર દોસ્તે લોકોને ચેતવણી આપી છે કે કોલ દ્વારા પણ OTP ચોરાઈ શકે છે. સાયબર દોસ્ત એ ગૃહ મંત્રાલયનું ટ્વિટર હેન્ડલ છે, જે સાયબર સુરક્ષા અંગેની માહિતી શેર કરે છે.
સાયબર દોસ્તે જાહેર કર્યું એલર્ટ
સાયબર દોસ્તે પોતાના ટ્વીટમાં કહ્યું કે, ફોન પર અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી વખતે અન્ય કોઈ કોલને ક્યારેય મર્જ ન કરો. કૉલ મર્જ થતાં જ છેતરપિંડી કરનાર OTP જાણીને તમારું એકાઉન્ટ જાણી શકે છે. જાગૃત રહો, સજાગ રહો. જો તમે છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તમે cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
લોકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે બેંક અને સરકાર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવે છે, પરંતુ છેતરપિંડી કરનારા લોકો અવનવી રીતે છેતરપિંડી કરે છે અને લોકો સરળતાથી છેતરપિંડીનો શિકાર બને છે. પરંતુ કેટલીક રીતો છે, જેને અનુસરીને તમે ઓનલાઈન છેતરપિંડીથી બચી શકો છો.
Don’t merge any call, while talking on phone with any unknown person, cyber criminals may get your OTP to misuse. #CyberSecurityAwareness pic.twitter.com/E6mnnMiVGM
— Cyber Dost (@Cyberdost) January 13, 2022
ભલે તે ડિજીટલ પેમેન્ટ હોય કે બેંક સંબંધિત કોઈપણ પેમેન્ટ કરતી વખતે, OTP નંબર તમારા ફોન પર ચોક્કસપણે આવે છે. તે પછી જ તમારો વ્યવહાર પૂર્ણ થશે. તેથી ધ્યાનમાં રાખો કે, તમારો OTP નંબર કોઈની સાથે શેર કરશો નહીં. ઉપરાંત, મોટાભાગના લોકો તેમના OTP નંબર ફોન અને મેસેજ દ્વારા પણ શેર કરે છે. ભૂલથી પણ આવા OTP શેર ન કરો, તેનાથી તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.
મોટાભાગના સ્થળોએ લોકોને ફ્રી વાઈફાઈની સુવિધા આપવામાં આવી રહી છે. મેટ્રો, રેલ્વે સ્ટેશન, પાર્ક સહિત આવી ઘણી જગ્યાએ ફ્રી વાઈફાઈની સુવિધા છે. ઘણીવાર લોકો ઇન્ટરનેટ બચાવવા માટે પબ્લિક વાઇફાઇ દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે. આ ફ્રી વાઈફાઈમાં કેટલીક છેતરપિંડી પણ થઈ શકે છે. આ સ્થિતિમાં, જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો, તો બેંક સંબંધિત તમારી અંગત માહિતી તેમની પાસે જાય છે. તો ધ્યાનમાં રાખો કે, પબ્લિક વાઇફાઇ પર ક્યારેય પણ તમારા વ્યવહારો ન કરો.
આ પણ વાંચો –
દાંત અને Bluetoothને શું લેવા દેવા ? શા માટે કહેવાય છે Bluetooth, જાણો તેના નામ પાછળની કહાની
આ પણ વાંચો –