6 મહાનગરપાલિકામાં CONGRESSનું ખરાબ પ્રદર્શન, હાઈકમાન્ડે આ વખતે પણ માત્ર રિપોર્ટ જ માંગ્યો!

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં CONGRESSની કારમી હાર થઈ છે. સુરતમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો તો રાજકોટમાં માત્ર ચાર બેઠકો મળી.

6 મહાનગરપાલિકામાં CONGRESSનું ખરાબ પ્રદર્શન, હાઈકમાન્ડે આ વખતે પણ માત્ર રિપોર્ટ જ માંગ્યો!
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 27, 2021 | 6:35 PM

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં CONGRESSની કારમી હાર થઈ છે. સુરતમાં કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઈ ગયો તો રાજકોટમાં માત્ર ચાર બેઠકો મળી. આ સાથે જ તમામ 6 મહાનગરપાલિકામાં કોંગ્રેસની બેઠકો ગત ટર્મ કરતાં મોટા પ્રમાણમાં ઘટી છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આટલા ખરાબ પ્રદર્શન બાદ પણ હાઈકમાન્ડે દર ચૂંટણીમાં કારમી હાર બાદ રિપોર્ટ માંગે તેમ આ વખતે પણ માત્ર રિપોર્ટ માંગી સંતોષ માન્યો છે.

 

6 મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર રાજ્યની છ મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. સુરતમાં તો કોંગ્રેસ મહાનગરપાલિકામાંથી જ બહાર ફેંકાઈ ગઈ તો અન્ય પાંચ મહાનગરપાલિકામાં કોંગ્રેસના ભૂંડા હાલ થયા. વર્ષ 2015ની મહાનગરપાલિકાની ચૂંટણીની સરખામણીએ વર્ષ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની ઘટેલી બેઠકોની વાત કરીએ તો અમદાવાદમાં 23 બેઠકો, સુરતમાં 37, વડોદરામાં 6, રાજકોટમાં 30, ભાવનગરમાં 10 અને જામનગરમાં કોંગ્રેસની 5 બેઠકો ઘટી છે.

શું મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયાની બહાર થશે?
Turmeric Benefits : ઓશીકા નીચે હળદરનો ગાંઠિયો રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા
ક્રિસમસ અને New Year પર મોડી રાત સુધી દારૂની દુકાનો રહેશે ખુલ્લી, જાણો સમય
તુલસીને જળ ચઢાવતી વખતે શું ઉમેરવું જોઈએ? જાણી લો
MS ધોની બન્યો સિક્રેટ સાન્તાક્લોઝ, ક્રિસમસ પર સામે આવી ખાસ તસવીરો
બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુના લગ્નના ફોટો જુઓ

 

હાઈકમાન્ડે આ વખતે પણ માત્ર રિપોર્ટ માંગ્યો

6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આટલા ખરાબ પ્રદર્શન બાદ પણ હાઈકમાન્ડે દર ચૂંટણીમાં કારમી હાર બાદ રિપોર્ટ માંગે તેમ આ વખતે પણ માત્ર રિપોર્ટ માંગી સંતોષ માન્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાઈકમાન્ડે છ મહાનગરપાલિકાની  ચૂંટણીઓમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાસેથી તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. ઉપરાંત રાજ્યના કોંગ્રેસ પ્રભારીને પણ આ સંદર્ભે રિપોર્ટ આપવા જણાવ્યું છે. સુરતમાં કોંગ્રેસને મળેલી કારમી હાર કરતા આમ આદમી પાર્ટી (AAP)ને મળેલી સફળતા કોંગ્રેસ માટે ચિંતાનું કારણ બની છે. ગુજરાતમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ હાઇકમાન આમ આદમી પાર્ટીને એક નવા પડકાર તરીકે જોઈ રહી છે.

 

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આકરા નિર્ણયની સંભાવના  રાજ્યની છ મહાનગરપાલિકામાં કોંગ્રેસની કારમી હાર થઈ છે, તેમાં આકરા નિર્ણયને બદલે કોંગ્રેસ હાઈકમાને માત્ર રિપોર્ટ માંગ્યો છે. આ અંગે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હજી બાકી છે, આવા સમયે હાઈકમાન કોઈ કઠોર નિર્ણય લે તો તેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પર પડી શકે છે. આથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ હાઇકમાન કોઈ મોટા નિર્ણયો લઈ શકે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: SBIએ 44 કરોડ ગ્રાહકને કર્યા એલર્ટ, મોબાઈલ પર મળે SMS તો ફટાફટ કરો આ કામ

 

g clip-path="url(#clip0_868_265)">