સુપ્રીમ કોર્ટની CJI ઓફિસ પણ RTI હેઠળ આવશે, જાણો સામાન્ય વ્યક્તિ કઈ માહિતી હવે મેળવી શકશે
સુપ્રીમ કોર્ટનીCJIનો પણ RTI હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેચે આ ચુકાદો સંભળાવ્યો. જે મુજબ CJI ઓફિસ RTI હેઠળ આવશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટ દ્વારા 2010માં આપેલા ચુકાદાને યથાવત રાખ્યો છે. જો કે આમા કેટલાક નિયમો પણ જાહેર કરાયા છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, CJI ઓફિસ એક પબ્લિક ઓથોરિટી છે. […]
સુપ્રીમ કોર્ટનીCJIનો પણ RTI હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેચે આ ચુકાદો સંભળાવ્યો. જે મુજબ CJI ઓફિસ RTI હેઠળ આવશે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટ દ્વારા 2010માં આપેલા ચુકાદાને યથાવત રાખ્યો છે. જો કે આમા કેટલાક નિયમો પણ જાહેર કરાયા છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, CJI ઓફિસ એક પબ્લિક ઓથોરિટી છે. જે મુજબ તે RTI હેઠળ આવશે. જો કે CJI ઓફિસની ગોપનીયતા કાયમ રહેવી જોઇએ.
સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવતા કહ્યું કે, હવે કોલેજિયમના નિર્ણયઓને સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જો કે RTIનો ઉપયોગ જાસૂસીના સાધનના રૂપમાં કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદમાં કહ્યું કે, RTI મુજબ જવાબો આપવાથી પારદર્શકતા વધશે. જેનાથી ન્યાયિક સ્વાયત્તતા મજબૂત થશે. જેથી લોકોમાં એ વિશ્વાસ પણ પેદા થશે કે, કાયદાથી ઉપર કોઈ નથી, સુપ્રીમ કોર્ટના જજ પણ નહીં.
હવે એ જોઇએ કે આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી કેવીરીતે પહોંચ્યો. તો 2010માં દિલ્હી હાઇકોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં ચીફ જસ્ટિસની ઓફિસ અને સુપ્રીમ કોર્ટ એ RTI અંતર્ગત પોતાની માહિતીઓને એવી રીતે જ આપવી જોઇએ, જેવી રીતે દેશમાં અન્ય સાર્વજનિક ઓથોરિટી આપે છે. વર્ષ 2007માં એક્ટિવિસ્ટ સુભાષ ચંદ્ર અગ્રવાલે જજોની સંપત્તિ જાણવા માટે એક RTI દાખલ કરી હતી. જે મામલે તેમને માહિતી આપવાનો ઇનકાર કરી દેવાતા આ મામલો કેન્દ્રીય માહિતી કમિશનર પાસે પહોંચ્યો.
સીઆઇસીએ આ મામલે અરજકર્તાને માહિતી આપવા જણાવ્યું. જે બાદ આ મામલાને દિલ્હી હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો. જેમાં દિલ્હી હાઇકોર્ટે સીઆઇસીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. જે બાદ દિલ્લી હાઇકોર્ટના ફેંસલાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો. અને હવે સુપ્રીમ કોર્ટે પણ દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ગણાવ્યો છે.