AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિકાગો સિટી કાઉન્સિલ દ્વારા ભારતીય અમેરિકન સમુદાય તરફથી ઉઠાવવામાં આવેલા અવાજના જવાબમાં ભારતીય સરકાર વિરોધી એક ભ્રામક ઠરાવ રદ કરાયો

શિકાગો સિટી કાઉન્સિલે બુધવારે એક ઠરાવ નામંજૂર કર્યો હતો, જેમાં ભારતમાં "અમુક જાતિ અને ધાર્મિક લઘુમતી સામેની હિંસા"ની નિંદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો,

શિકાગો સિટી કાઉન્સિલ દ્વારા ભારતીય અમેરિકન સમુદાય તરફથી ઉઠાવવામાં આવેલા અવાજના જવાબમાં ભારતીય સરકાર વિરોધી એક ભ્રામક ઠરાવ રદ કરાયો
Neeru Zinzuwadia Adesara
| Edited By: | Updated on: Mar 28, 2021 | 2:37 PM
Share
શિકાગો સિટી કાઉન્સિલે બુધવારે એક ઠરાવ નામંજૂર કર્યો હતો, જેમાં ભારતમાં “અમુક જાતિ અને ધાર્મિક લઘુમતી સામેની હિંસા”ની નિંદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે અમેરિકામાં ભારતીય ડાયસ્પોરા દ્વારા દક્ષિણ એશિયાઈ સમુદાયમાં અણબનાવ લાવી શકે એવું હતું. 
શું હતો ઠરાવ (resolution)
શિકાગો સિટી કાઉન્સિલ દ્વારા સૂચિત ઠરાવ R2020-583ના માધ્યમે ભારતના Citizenship Amendment Actને ભેદભાવરૂપે વર્ગીકૃત કરાયો અને લોકોને ગેરમાર્ગે દોરવા તેમાં દાવો કરાયો કે આ Act હેઠળ ભારતીય સરકાર નાગરિકત્વ આપવા માટે ધર્મ આધારિત માપદંડનો ઉપયોગ કરે છે.
શિકાગોમાં રહેતા ઈન્ડિયન અમેરિકન રેઝિડેન્ટ્સ, સિટી કાઉન્સિલને આ ઠરાવ નકારવા છેલ્લા કેટલાક મહિનાથી વિનંતી કરી રહ્યા હતા.
શિકાગોમાં રહેતા ભારતીય મૂળના લોકો મુજબ ત્યાંના 49 વોર્ડના એલ્ડરમેન મારિયા એલેન હેડન દ્વારા સૂચવવામાં આવેલ ઠરાવ (R2020-583), અસ્પષ્ટતા અને વિખવાદને પ્રોત્સાહન આપે છે. ઠરાવની શરૂઆતમાં ‘ભારતની લોકશાહી અને સ્વતંત્રતાને માન આપવું’ એ ટિપ્પણી સાથે વાચકોને ગેરમાર્ગે દોરવાનો અને તેનો હેતુ કોઈ ચર્ચા વગર પસાર થવાનો હતો. આ ઠરાવ વિરુદ્ધ 26 સભ્યોએ મતદાન કર્યું, તરફેણમાં 18 મતદાન અને છ સદસ્યોએ મતદાન ટાળ્યું. જેથી બહુમતીથી સમર્થન એકત્રિત કરવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો.
 
યુએસ-ઈન્ડિયા ફ્રેન્ડશીપ કાઉન્સિલના ચેરમેન ડૉક્ટર ભરત બારાઈએ આ ખરડાનું સંબોધન “સુગર કોટેડ સાયનાઇડ” રીતે કર્યું છે. તેમના પ્રમાણે આમાં ભારતના આંતરિક બાબતોને લક્ષ્યમાં રાખીને ખોટી રજૂઆત સાથે પસાર કરવાનો પ્રયાસ કરાવામાં આવ્યો હતો. પ્રસ્તાવિત ડ્રાફ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકારને હિન્દુ ઉગ્રવાદી કહેતા Citizenship Amendment Act (સીએએ)ની નિંદા કરવામાં આવી હતી, તેને ભેદભાવપૂર્ણ અને ગેરબંધારણીય ગણાવી હતી. જ્યારે કે ભારતની સંસદમાં લોકશાહી પ્રક્રિયાથી આ એક્ટ પસાર કરવામાં આવી છે.
ડૉક્ટર ભરત બારાઈ શરૂઆતથી જ આના સામે વિરોધમાં જોડાયા હતા અને આ ઠરાવ વિરૂદ્ધ લોકોને જાગરૂક કર્યા. સાથે તેમણે જણાવ્યુ કે આ ખરડો અમેરિકન-ઈસ્લામી સંબંધોના સેન્ટર (CAIR- council on American Islamic relations) દ્વારા પ્રાયોજિત કરવામાં આવ્યો હતો, જેને આતંકવાદી જૂથો સાથે સંબંધોના કારણે સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં આતંકવાદી સંગઠન તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે.  
 
શિકાગોમાં રહેતા Indian Community Leader અને Asian American Hotel Owners Association (AAHOA)ના Regional Director કલ્પેશ જોશીએ જણાવ્યું કે આ ઠરાવથી ભારત અને અમેરિકામાં વસતા ભારતીયોમાં આની ભારે માઠી અસર થાત. ટીવી 9 સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ભારતની સ્વતંત્રતાને અભિનંદન આપવાની આડમાં આમાં Citizenship Amendment Act (સીએએ), National Register of Citizen (એનઆરસી) અને કાશ્મીર જેવા મુદ્દાઓ વિશે ખોટા વર્ણનો કરવામાં આવ્યા હતા. આ સાથે કલ્પેશ જોશીએ કહ્યું કે  કોવિડ -19 રોગચાળાને પગલે, સિટી કાઉન્સિલને આવા ખોટા ઠરાવોને બદલે સ્થાનિક સમસ્યાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
શિકાગોમાં વિવિધ વ્યવસાયો જેવા કે ડોકટરો, એન્જીનિયર, સ્થાવર મિલકત માલિકો, સૈન્યના નિવૃત્ત સૈનિકો અને બિઝનેસમેન જેવા ઘણા ભારતીય વ્યવસાયીઓની નોંધપાત્ર વસ્તી છે. આ તમામે ઠરાવના વિભાજનકારી પ્રકૃતિ સામે ચિંતા વ્યક્ત કરી સાથે તેઓ ભારતની બહુસાંસ્કૃતિક વિશે જાગૃતિ લાવવા સતત પ્રયત્નશીલ રહ્યા. અંતે, વિશાળ ભારતીય અમેરિકન સમુદાય તેમના મૂળ દેશની રક્ષા કરવા અને ભારતના વિરોધીઓના પ્રયત્નોનો પર્દાફાશ કરવા પર વિજય થયો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">