Gujarati NewsPoliticsChandrababu naidu spent rs11 crore from andhra govt funds to organise delhi dharna against modi govt
કોને જોઈએ આવા મુખ્યમંત્રી જે 12 કલાકની ભૂખ હડતાળ પર ખર્ચ કરી દે છે જનતાના 10 કરોડથી વધુ રૂપિયા
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબૂ નાયડૂએ તાજેતરમાં (11 ફેબ્રુઆરીએ) જ રાજ્યને વિશેષ દરજ્જાની માગ સાથે દિલ્હીમાં 12 કલાકનો ઉપવાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા આંધ્રપ્રદેશથી કાર્યકરો આવ્યા હતા. તો રાહુલ ગાંધી જેવા નેતાઓ પણ ઉપવાસમાં જોડાયા હતા. પરંતુ શું તમને ખબર છે કે આ 12 કલાકના ઉપવાસ પાછળ કેટલા કરોડોનો ધૂમાડો કરાયો છે. TV9 Gujarati Web […]
આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબૂ નાયડૂએ તાજેતરમાં (11 ફેબ્રુઆરીએ) જ રાજ્યને વિશેષ દરજ્જાની માગ સાથે દિલ્હીમાં 12 કલાકનો ઉપવાસ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ભાગ લેવા આંધ્રપ્રદેશથી કાર્યકરો આવ્યા હતા. તો રાહુલ ગાંધી જેવા નેતાઓ પણ ઉપવાસમાં જોડાયા હતા. પરંતુ શું તમને ખબર છે કે આ 12 કલાકના ઉપવાસ પાછળ કેટલા કરોડોનો ધૂમાડો કરાયો છે.
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
ટીડીપીના અધ્યક્ષ અને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબૂ નાયડૂના આ 12 કલાકના ઉપવાસ માટે કરદાતાઓના 11 કરોડ રૂપિયાનો વ્યય કરવામાં આવ્યો છે.
આંધ્ર પ્રદેશ સરકારે 6 ફેબ્રુઆરીએ એક હિસાબ આપ્યો છે. તે પ્રમાણે આ ઉપવાસમાં કાર્યકરોને હાજર રાખવા બૂક કરાયેલી 2 ટ્રેનના 1.12 કરોડ રૂપિયા ચૂકવાયા છે. તો સાથે જ પ્રદર્શનમાં સામેલ વીવીઆઈપી લોકોના રહેવાની વ્યવસ્થા માટે પણ સરકારે દિલ્હીમાં કુલ 1100 રૂમ બૂક કરાવ્યા હતા અને સાથે જ જમવાની વ્યવસ્થા પણ કરાઈ હતી.
ત્યારે સવાલ એ થાય છે કે જ્યારે કોઈ માગણી હોય અને કોઈ કાર્યક્રમ આપતા હોય, ત્યારે જો એક મુખ્યપ્રધાન કરદાતાઓના કરોડો રૂપિયાનો ધૂમાડો કરી દે, તેવા રાજ્યમાં વિકાસ કરવો હોય તો કયા નાણાંમાંથી થાય તે એક મોટો સવાલ થઈ રહ્યો છે.