ટીવી9 અને સી-વોટરનો લોકસભા ચૂંટણી સર્વે, મહાગઠબંધનથી મોદી સરકારને નુુકસાન, જાણો કોને કેટલી સીટો મળી શકે છે?
લોકસભાની ચૂંટણી પહેલાં ટીવીનાઈન અને સી-વોટર દ્વારા કરવામાં આવેલો સર્વેના પરિણામો આવ્યા છે. સર્વેના પરિણામો મુજબ ગુજરાતમાં જો હાલ ચૂંટણી થાય તો કોંગ્રેસને 26માંથી માત્ર 2 જ બેઠકો મળે જ્યારે ભાજપને 24 બેઠકો મળી શકે છે. દેશની રાજનીતિની વાત કરીએ તો ઉત્તરપ્રદેશને જોવું પડે. ટીવીનાઈન અને સી-વોટરના સર્વે મુજબ જો સપા અને બસપાના ગઠબંધન વગર […]

લોકસભાની ચૂંટણી પહેલાં ટીવીનાઈન અને સી-વોટર દ્વારા કરવામાં આવેલો સર્વેના પરિણામો આવ્યા છે. સર્વેના પરિણામો મુજબ ગુજરાતમાં જો હાલ ચૂંટણી થાય તો કોંગ્રેસને 26માંથી માત્ર 2 જ બેઠકો મળે જ્યારે ભાજપને 24 બેઠકો મળી શકે છે.
દેશની રાજનીતિની વાત કરીએ તો ઉત્તરપ્રદેશને જોવું પડે. ટીવીનાઈન અને સી-વોટરના સર્વે મુજબ જો સપા અને બસપાના ગઠબંધન વગર ચૂંટણી યોજાઈ તો NDAને 72 બેઠકો મળી શકે છે. યુપીએ-2, બસપા-2 અને સમાજવાદી પાર્ટીને 4 જ બેઠકો મળી શકે તેવા તારણો આ સર્વેમાં બહાર આવી રહ્યાં છે. દેશના મિજાજ મુજબ આ વખતે એનડીએને 264 બેઠકો, યુપીએને 141 બેઠકો અને અન્યને 138 બેઠકો મળવાના એંધાણ છે. સર્વે મુજબ કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતિ મળી રહી નથી પણ મહા ગઠબંધનના લીધે એનડીએને માર પડી શકે છે. ગઠબંધનના લીધે મોદી સરકારને ફટકો પડે તેવા તારણો આ સર્વેમાં બહાર આવી રહ્યાં છે.
ઉત્તરપ્રદેશની વાત સર્વેમાં જો મહાગઠબંધનની સાથે કરવામાં આવે તો સર્વેના તારણો મુજબ એનડીએને 29. યુપીએને 4 અને મહાગઠબંધનને 47 બેઠકો મળવાનો અંદાજ છે. આમ મહાગઠબંધન સીધી રીતે ભાજપની હાલની સરકારને અસર કરી શકે છે છતાં પણ સર્વેના તારણોમાં કોઈને પણ સ્પષ્ટ બહુમતી મળે તેવું જણાઈ રહ્યું નથી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

