ભાજપની ભૂલ: પાર્ટી પ્રમોશનના વિડીયોમાં જોવા મળ્યો કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમની પુત્રવધૂનો ચહેરો

તમિલનાડુમાં ચૂંટણી પ્રાચારમાં ભાજપ બહું મોટી ભૂલ કરી બેઠું. એક પ્રમોશનલ વિડીયોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમની પુત્રવધુનો ચહેરો લઇ લીધો. અને પછી થઇ ગયા ટ્રોલ.

ભાજપની ભૂલ: પાર્ટી પ્રમોશનના વિડીયોમાં જોવા મળ્યો કોંગ્રેસના દિગ્ગજ નેતા ચિદમ્બરમની પુત્રવધૂનો ચહેરો
Artiste Srinidhi Chidambaram
Follow Us:
| Updated on: Mar 31, 2021 | 11:54 AM

તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના રાજ્ય એકમએ તેના ટ્વિટર પેજ પર “લેટ લોટસ બ્લૂમ, લેટ ધ તામિલનાડુ ગ્રો ” શીર્ષક સાથે એક વિડીયો શેર કર્યો હતો. આ વીડિયોને લઈને ભાજપને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો. વીડિયોમાં શિવગંગાના કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના પત્ની ડો. શ્રીનિધિ ચિદમ્બરમના ફૂટેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વીડિયો 28 માર્ચે પ્રકાશિત થયો હતો.

5 મિનિટનો આ પ્રમોશનલ વિડિઓ તમિળ ભાષા અને સંસ્કૃતિની મહાનતાનું પ્રદર્શન કરતો બનાવવામાં આવ્યો છે. વિડીયોમાં એમ પણ બતાવવામાં આવ્યું છે કે ભગવા પાર્ટી રાજ્યને વધવા માટે કેવી રીતે મદદ કરી રહી છે. વિડિઓમાં રાજ્યના સાંસ્કૃતિક મૂલ્યને પ્રકાશિત કરવા શાસ્ત્રીય નૃત્યાંગનાના ફૂટેજ દર્શાવવામાં આવ્યા છે. ક્લાસિકલ નૃત્યાંગના શ્રીનિધિ ચિદમ્બરમ પણ આમાં જોવા મળે છે. જેઓ પ્રખ્યાત ભરતનાટ્યમ નૃત્યાંગનાના અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના દીકરા સાંસદ કાર્તિ ચિદમ્બરમના પત્ની છે. તમિલનાડુ ભાજપને તેના ઘટસ્ફોટ થયા બાદ ઘણી શરમનો સામનો કરવો પડ્યો હતો.

આ ફૂટેજ શ્રીનિધિના પ્રદર્શનથી લેવામાં આવી છે, જે તમિળ ગીતના રૂપમાં ખુબ લોકપ્રિય સેમોઝિ ગીત છે. જેને તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને દિવંગત ડીએમકે અધ્યક્ષ એમ. કરુણાનિધિએ 2010 ની વર્લ્ડ મ્યુઝિક કોન્ફરન્સ માટે લખ્યું હતું. આ ગીત એ.આર. રહેમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું અને ગૌતમ વાસુદેવ મેનને દિગ્દર્શિત કર્યું હતું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ભાજપની આ મોટી ભૂલ ત્યારે સામે આવી જ્યારે એક પત્રકારે બંને વીડિયોનો સ્ક્રીનશોટ લીધો અને તેને તેના ટ્વિટર પેજ પર શેર કર્યો. શ્રીનિધિ ચિદમ્બરમે પણ તેની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે “કમલ તમિળનાડુમાં ક્યારેય નહીં ખીલે.”

આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતાં તમિલનાડુ કોંગ્રેસ સમિતિએ કહ્યું કે ભાજપે સાબિત કરી દીધું છે કે તેમનું અભિયાન જૂઠથી ભરેલું છે. પાર્ટી દ્વારા હવે વિડિઓ દૂર કરવામાં આવ્યો છે. જો કે લોકોએ સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ શેર કર્યા હતા અને ભાજપ પાર્ટીને જોરદાર રીતે ટ્રોલ કરી હતી. તમિળનાડુમાં 6 એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામો 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: West Bengal Election 2021: મમતાએ માની BJP નેતાને ફોન કરવાની વાત, ફોન અંગે શું કહ્યું જાણો

આ પણ વાંચો: અદ્ભુત શક્તિ: મોટા મોટા જહાજોને પણ પોતાની તરફ ખેંચી લેતું હતું આ મંદિર, જાણો આ મંદિર વિશે

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">