અમદાવાદઃ નાગરિકતા કાયદાને લઈ હિંસક પ્રદર્શન, ટોળાને વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ VIDEO
નાગરિકતા કાયદાના વિરોધમાં અમદાવાદના લાલદરવાજા અને તેની આસપાસના વિસ્તારોમાં હિંસક પ્રદર્શન થયું. થોડીવાર માટે અહીં અફરાતફરી મચી ગઈ. જોકે હવે મામલો શાંત છે પરંતુ બપોર બાદ અહીં મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવેલા યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. યુવાનોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતાં પોલીસે પણ બળપ્રયોગ કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો, […]
નાગરિકતા કાયદાના વિરોધમાં અમદાવાદના લાલદરવાજા અને તેની આસપાસના વિસ્તારોમાં હિંસક પ્રદર્શન થયું. થોડીવાર માટે અહીં અફરાતફરી મચી ગઈ. જોકે હવે મામલો શાંત છે પરંતુ બપોર બાદ અહીં મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવેલા યુવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. યુવાનોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતાં પોલીસે પણ બળપ્રયોગ કર્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો, તો બીજીતરફ મીરઝાપુરમાં પણ ફૂટ પેટ્રોલિંગ પર ઉતરેલી પોલીસ પર બુકાનીધારી લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો અને બસના કાચ તોડ્યા હતા. આખરે પરિસ્થિતિ કાબૂમાં ન આવતાં પોલીસે લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો. જેમાં પોલીસે 50થી વધુ લોકોની અટકાયત કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર! 17 લાખથી વધુ ખેડૂતોને મળશે પાક નુકસાનની સહાય