રેલીઓમાં કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનને લઈને ચૂંટણી પંચની આંખ ઉઘડી, રેલીઓ બેન કરવાની આપી ધમકી

દેશમાં ચાર રાજ્યો, બંગાળમાં ચોથા તબક્કાની ચૂંટણી અને મોટાભાગે અન્ય રાજ્યોમાં નાની મોટી ચૂંટણી પતિ ગઈ છે ત્યારે ચૂંટણી પંચે આંખ ખોલી છે. અને કોરોનાને લઈને રેલીઓ પર બેન લગાવવાની ધમકી આપી છે.

રેલીઓમાં કોરોના ગાઈડલાઈનના ઉલ્લંઘનને લઈને ચૂંટણી પંચની આંખ ઉઘડી, રેલીઓ બેન કરવાની આપી ધમકી
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 10:56 AM

ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોના ધારાધોરણોનેને લઈને ઢીલ રાખવા પર ચેતવણી આપી છે. કોરોના વાયરસના કેસમાં વધારાની વચ્ચે, ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકો અને નેતાઓએ ચૂંટણી પ્રચાર દરમિયાન માસ્ક ન પહેર્યા હોવાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને તેઓને ગયા વર્ષે કોવિડ -19 ના સંબંધમાં કમિશન દ્વારા આપવામાં આવેલી સૂચનાનું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પાલન કરવા જણાવ્યું હતું.

શુક્રવારે ચૂંટણી પંચે તમામ રાજ્ય અને રાષ્ટ્રીય પક્ષોને પત્ર લખ્યો હતો અને કહ્યું હતું કે “આયોગ માપદંડોને બનાવી રાખવામાં ઢીલને લઈને ગંભીર વિચાર કરી રહ્યું છે, ખાસ કરીને મંચ ઉપર રાજકીય નેતાઓ દ્વારા માસ્ક ન પહેરવાની વાતને ગભીરતાથી લેવામાં આવી રહી છે” અને આવી સ્થિતિમાં સુધારણા ન થાય તો રેલીઓને આયોજન પર પ્રતિબંધ લાગી શકે છે.

તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના નેતાઓને મોકલવામાં આવેલા પત્રમાં ચૂંટણી પંચે કહ્યું છે કે, “તાજેતરના સપ્તાહમાં એવું જોવા મળ્યું છે કે કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. જો કે, આયોગના ધ્યાનમાં આવ્યું છે કે ચૂંટણી બેઠકો દરમિયાન, ચૂંટણી પ્રચાર કરતી વખતે, આયોગના નિર્દેશોની અવગણના કરવી, સામાજિક અંતર જાળવવું, માસ્ક પહેવાના નિયમને અનુસરવામાં આવી રહ્યા નથી.”

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

પત્રમાં સ્ટાર પ્રચારકો અને નેતાઓ અથવા ઉમેદવારો દ્વારા કોવિડ -19 નિયમોનું પાલન નથી કરવામાં આવવાનો ઉલ્લેખ છે. પ્રચાર દરમિયાન અથવા સ્ટેજ પર પણ, માસ્ક પહેરવાના નિયમોનું પાલન નથી થયું.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “આમ કરવાથી રાજકીય પક્ષોના નેતાઓ, ઉમેદવારો અને આવી ચૂંટણી સભામાં ભાગ લેતા મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થવાનો ભય છે.” ચૂંટણી પંચે કહ્યું હતું કે ઉલ્લંઘન થવા પર જાહેર સભાઓ, ઉમેદવારોની રેલીઓ, સ્ટાર પ્રચારકો અથવા નેતાઓ પર પ્રતિબંધ મૂકવાથી તેઓ અચકાશે નહીં.

પશ્ચિમ બંગાળમાં શનિવારે ચોથા તબક્કાના મતદાન અને ત્રણ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચૂંટણી પ્રચાર અને મતદાન પૂર્ણ થયા બાદ આ ચેતવણી આપવામાં આવી છે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, સ્પષ્ટ છે કે આયોગ ભંગના મામલામાં, વધુ સંદર્ભ વગર ડિફોલ્ટ ઉમેદવારો / સ્ટાર પ્રચારકો / રાજકીય નેતાઓની જાહેર સભાઓ, રેલીઓ વગેરે પર પ્રતિબંધ લગાવવામાં અચકાશે નહીં. દેશમાં કોવિડ -19 કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લેતા, ચૂંટણી પંચે પુનરોચ્ચાર કર્યો હતો કે ચૂંટણી સંબંધિત તમામ કાર્યક્રમોમાં ફેસ માસ્ક, હેન્ડ સેનિટાઇઝર અને થર્મલ સ્કેનર્સ વગેરેનો ઉપયોગ ફરજિયાત છે.

ગયા વર્ષે ઓકટોબર અને નવેમ્બર દરમિયાન બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને રાજ્યની પેટા-ચૂંટણીઓ પછી આપવામાં આવેલા પ્રોટોકોલને પુનરાવર્તિત કરવાની આ પહેલી ચૂંટણી કવાયત છે.

જાહેર છે કે ચાર રાજ્યોમાં, બંગાળમાં ચાર તબક્કા અને અન્ય કેટલાક રાજ્યોમાં નાની મોટી ચૂંટણી પૂરી થઇ ગયા બાદ ચૂંટણી પંચની આંખ ઉઘડી છે. દેશમાં જ્યારે કોરોનાના કેસ ભયંકર રીતે વધી રહ્યા છે ત્યારે હવે જઈને ચૂંટણી પંચને રેલીઓમાં થતું કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો: અમિત માલવીયનો દાવો, TMC ના વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે માન્યું કે TMCના સર્વેમાં પણ ભાજપ જીતે છે

આ પણ વાંચો: Viral Audio: અમિત માલવિયના દાવા પર પ્રશાંત કિશોરનો જવાબ, કહ્યું- આખી વાતચીત સાર્વજનિક કરો

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">