AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાકાળમાં 1 લાખ લોકોને એકઠા કરવાની તૈયારી, નવી પાર્ટી બનાવી રહી છે જગમોહન રેડ્ડીની બહેન શર્મિલા

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી ( Y. S. Jaganmohan Reddy)ની બહેન વાયએસ શર્મિલા (Yeduguri Sandinti Sharmila) નવી પાર્ટી શરૂ કરવા જઈ રહી છે. તે પાડોશી રાજ્ય તેલંગાણામાં એક કાર્યક્રમમાં નવી પ્રાદેશિક પાર્ટી શરૂ કરવા જઈ રહી છે,

કોરોનાકાળમાં 1 લાખ લોકોને એકઠા કરવાની તૈયારી, નવી પાર્ટી બનાવી રહી છે જગમોહન રેડ્ડીની બહેન શર્મિલા
YS Sharmila with Brother CM YS Jagmohan Reddy
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 08, 2021 | 5:03 PM
Share

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી ( Y. S. Jaganmohan Reddy)ની બહેન વાયએસ શર્મિલા (Yeduguri Sandinti Sharmila) નવી પાર્ટી શરૂ કરવા જઈ રહી છે. તે પાડોશી રાજ્ય તેલંગાણામાં એક કાર્યક્રમમાં નવી પ્રાદેશિક પાર્ટી શરૂ કરવા જઈ રહી છે, જેમાં લગભગ એક લાખ લોકો શામેલ થઈ શકે છે. કોરોનાકાળમાં આવા મોટા આયોજનને લઈને ચિંતાઓ ઉભી થઈ રહી છે. શર્મિલા (Andhra Pradesh CM’s sister) જોકે કહે છે કે તેલંગાણાની ટીઆરએસ સરકાર રાજકીય કારણોસર અવરોધ લાદવાની તૈયારીમાં છે.

શુક્રવારે વાય.એસ.શર્મિલા ખમ્મમ જિલ્લાના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કરશે. સંકલ્પ સભાના નામે આયોજિત આ કાર્યક્રમમાં ઓછામાં ઓછા એક લાખ લોકો પહોંચે તેવી સંભાવના છે. આ સિવાય વાય.એસ.શર્મિલા હૈદરાબાદમાં તેના ઘરેથી 1,000 ગાડીઓના કાફલા સાથે ખમ્મામ પહોંચી શકે છે.

શા માટે આંધ્ર કરતાં તેલંગાણાની થઈ રહી છે પસંદગી? પહેલેથી જ સક્રિય રાજકારણમાં પ્રવેશવાની વાત કરી ચૂકેલા વાય એસ શર્મિલાએ નવી પાર્ટી શરૂ કરવા માટે ખમ્મમની પસંદગી કરી છે. તેનું કારણ એ છે કે તેમના પિતા વાય.એસ.રાજેશેરા રેડ્ડીનું અહીં સપોર્ટ બેસ હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પિતાની રાજકીય જમીનનો લાભ લેવા તેમણે અહીંથી પાર્ટી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 2014માં શર્મિલાના ભાઈ જગનમોહન રેડ્ડીની પાર્ટીએ પણ ખમ્મમમાંથી એક લોકસભા અને બે વિધાનસભા બેઠકો જીતી હતી. વાયએસ શર્મિલા શુક્રવારે યોજાનારી આ કાર્યક્રમમાં પાર્ટીનું નામ, ધ્વજ અને વિચારધારાની ઘોષણા કરશે.

આંધ્રપ્રદેશને બદલે તેલંગાણામાં નવી પાર્ટીની ઘોષણા અંગે શર્મિલા કહે છે કે તે પિતાના સપનાને પૂરા કરતી વખતે રાજના રજ્યમ એટલે કે રાજશેખર રેડ્ડીના સપના પૂરા કરવા માંગે છે. આ વિશાળ જાહેર સભાના આયોજન માટે જવાબદારી સાંભળી રહેલા કોંડા રાઘવ રેડ્ડીએ કહ્યું કે આ માટે પોલીસની જરૂરી મંજૂરી લેવામાં આવી છે. અમે કોઈને પણ અસુવિધા નહીં કરીએ અને કોરોના પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવશે. જોકે તેમણે કહ્યું હતું કે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના સ્થાનિક નેતાઓ તેમાં અવરોધ ઉભો કરી શકે છે. તેઓ કોરોનાનું બહાનું કરીને અમારી રેલીને રદ કરવાનો પ્રયાસ કરી શકે છે.

વહીવટીતંત્રે કહ્યું કે જો કોરોના પ્રોટોકોલ તૂટશે તો કરવામાં આવશે કડક કાર્યવાહી

તેમણે કહ્યું કે ખમ્મમાં કોરોના કેસ તદ્દન ઓછા છે. આ સિવાય અમે જરૂરી સાવચેતી પણ રાખીશું. ખમ્મામના એસીપી બી.બી. અંજનેયુલુએ કહ્યું કે શર્મિલાની મીટિંગને આ શરતે મંજૂરી આપવામાં આવી છે કે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે અમે બેઠકમાં દરેકને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની સૂચના આપી છે. જો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: આરોગ્ય વિભાગની અવ્યવસ્થા આવી સામે, ટેસ્ટિંગ ડોમ પર ટીમ રીશેષમાં ગયા બાદ પરત આવતી ન હોવાનો શહેરીજનોનો આક્ષેપ

Follow Us
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને હાઈકોર્ટની રાહત: ધરપકડ મામલે મોટો આદેશ
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
જૂનાગઢમાં ચૂંટણી પૂર્વે મતદારોનો મિજાજ: કાલસારીના રહીશોએ શું કહ્યું?
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
અમદાવાદમાં કોંગ્રેસનો ડમી EVM સાથે પ્રચાર: મતદારોને અપાઈ ટ્રેનિંગ
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
આણંદના સાંસદ મિતેશ પટેલના ગ્રાન્ટના નિવેદન અંગેનો વિવાદ વકર્યો
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
વિરોધનું આયોજન પહેલેથી જ કરાયું હતું : બોઘાવાલા
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
BJP ના કાર્યકર્તાઓ મહિલાઓ સાથે ગેરવતર્ન, જુઓ વીડિયો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
અજય તિવારીનો ફોન પણ બંધ કરી સંપર્ક વિહોણા થયો : સૂત્રો
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
બહાર નીકળતા પહેલા સાવધાન! ગાભા કાઢી નાખે તેવી ગરમી પડશે!
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
નાણાકીય સ્થિતિ મજબૂત થશે, સામાજિક પ્રવૃત્તિ ખુશી અપાવશે
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
ભરૂચમાં ‘કામ નહીં તો વોટ નહીં’: પાયાની સુવિધા મુદ્દે ચૂંટણી બહિષ્કાર
g clip-path="url(#clip0_868_265)">