દેશમાં NPRથી ડરવાની જરૂર નથી, કોઈ જ કાગળ નહીં માગવામાં આવે: અમિત શાહ

રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે એનપીઆર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રર વિશે માહિતી આપી હતી. તેઓએ જાણકારી આપતાં કહ્યું કે લોકોના મનમાં એ વાતનો ડર છે કે તેમની પાસેથી કાગળ માગવામાં આવશે. તેઓએ સ્પષ્ટ કરી દીધું કે એનપીઆરથી ડરવાની કોઈ જ જરૂર નથી. આમાં કોઈ જ “ડી” નહીં હોય. અહીંયા અમિત શાહે ડી એટલે કે […]

દેશમાં NPRથી ડરવાની જરૂર નથી, કોઈ જ કાગળ નહીં માગવામાં આવે: અમિત શાહ
TV9 WebDesk8

|

Mar 12, 2020 | 3:19 PM

રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે એનપીઆર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રર વિશે માહિતી આપી હતી. તેઓએ જાણકારી આપતાં કહ્યું કે લોકોના મનમાં એ વાતનો ડર છે કે તેમની પાસેથી કાગળ માગવામાં આવશે. તેઓએ સ્પષ્ટ કરી દીધું કે એનપીઆરથી ડરવાની કોઈ જ જરૂર નથી. આમાં કોઈ જ “ડી” નહીં હોય. અહીંયા અમિત શાહે ડી એટલે કે ડાઉટફૂલ કહ્યું જેનું ગુજરાતી ‘શંકાસ્પદ’ થાય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

home minister amit shah in lok sabha answer on delhi violence congress oppose delhi ma hinsa karva mate UP thi 300 loko aavya hata HM Amit Shah

આ પણ વાંચો :   ખાલી મેદાનમાં ક્રિકેટ મેચ! સચિન બેટિંગ કરવા તો ઉતરશે પણ દર્શકો નહીં હોય

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અમિત શાહ દિલ્હી હિંસા પર જવાબ આપી રહ્યાં હતા. ત્યારે તેઓએ કહ્યું કે સીએએ આવ્યા બાદ હેટ સ્પીચ શરુ થઈ. દેશભરના મુસ્લિમભાઈઓની મનમાં એવું ભરવામાં આવ્યું કે સીએએ તેમની નાગરિકતા લેનારો કાયદો છે. હું દેશભરમાં મુસ્લિમભાઈઓને કહેવા માગું છું કે સીએએ નાગરિકતા છીનવી લેનારો કાયદો નથી. તેમાં કોઈ એવું જ પ્રાવધાન નથી. તમામ પક્ષોએ કહેવું પડશે કે સીએએથી કોઈની જ નાગરિકતા નહીં જાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમિત શાહે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ કપિલ સિબ્બલની પાસે જવાબ માગ્યો હતો. તો કપિલ સિબ્બલે કહ્યું કે કોઈ એવું નથી કહીં રહ્યું કે સીએએથી નાગરિકતા છીનવાઈ જશે. જ્યારે એનપીઆર આવશે ત્યારે 10 સવાલ પૂછવામાં આવશે અને પછી ડી એટલે કે ડાઉટફૂલ લગાવી દેવાશે. આ ફક્ત મુસ્લિમો જ નહીં પણ ગરીબ લોકોની પણ નાગરિકતા છીનવી લેશે. આ મુદે ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટ કરી દીધું કે કોઈની નાગરિકતા નહીં જાય અને કોઈ જ ડી લગાવવામાં નહીં આવે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati