અમેરિકાની ચૂંટણીમાં બાઇડન ટ્રંપથી આગળ, પરંતુ હજુ પણ ટ્રમ્પ પલટી શકે છે બાજી

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી આવેલા પરિણામોના આધારે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન રિપબ્લિકનના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપથી આગળ ચાલી રહ્યા છે. બાઇડન બહુમતના જાદુઇ આંકડાથી માત્ર 17 પગલા દૂર છે. પણ હજુ પણ એક એવી બાજી છે કે, ટ્રંપ આ ચૂંટણીના પરિણામોને પલટી શકે છે. રોચક VIDEO જોવા માટે […]

અમેરિકાની ચૂંટણીમાં બાઇડન ટ્રંપથી આગળ, પરંતુ હજુ પણ ટ્રમ્પ પલટી શકે છે બાજી
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Nov 05, 2020 | 7:30 PM

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતોની ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી આવેલા પરિણામોના આધારે ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન રિપબ્લિકનના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપથી આગળ ચાલી રહ્યા છે. બાઇડન બહુમતના જાદુઇ આંકડાથી માત્ર 17 પગલા દૂર છે. પણ હજુ પણ એક એવી બાજી છે કે, ટ્રંપ આ ચૂંટણીના પરિણામોને પલટી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અમેરિકાના લગભગ મોટાભાગના રાજ્યોમાં ગણતરી પૂરી થઇ ચૂકી છે. પરંતુ જે રાજ્યોમાં ગણતરી બાકી છે ત્યાં ઇલેક્ટોરલ વોટ આ આખી ચૂંટણીના પરિણામોને બદલી શકે છે. હકીકતમાં રાષ્ટ્રપકિ ડોનાલ્ડ ટ્રંપ અમુક રાજ્યોમાં આગળ ચાલી રહ્યા છે, એવામાં સ્થિતી એવી બની શકે છે કે ટ્રંપ બહુમતના આંકડાને પાર કરી દે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અત્યાર સુધી ડેમોક્રેટ્સના ઉમેદવાર જો બાઇડનને 253 ઇલેકટોરલ વોટ મળી ચૂક્યા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રંપને માત્ર 214 વોટ મળ્યા છે. એવામાં બાઇડનને જીત માટે માત્ર 6 મતની જરુર છે . જ્યારે ડોનાલ્ડ ટ્રંપને જીત માટે 56 ઇલેક્ટોરલ વોટની જરુર છે.

અમેરિકાની ચૂંટણીમાં બાઇડન ચાલી રહ્યા છે ટ્રંપથી આગળ, પરંતુ હજુ પણ ટ્રમ્પ પલટી શકે છે બાજી

અમેરિકામાં અત્યાર સુધી 5 રાજ્યોમાં મતોની ગણતરી ચાલી રહી છે. આ બધા જ રાજ્યોમાં મોટાભાગના રાજ્યોમાં ટ્રંપ આગળ ચાલી રહ્યા છે. એવામાં અંતિમ સમયે આ રાજ્યોના પરિણામોથી બાજી પલટી શકે છે. જુઓ કયા રાજ્યમાં કોણ આગળ ચાલી રહ્યું છે.

પેન્સિલવેનિયા-20-મત-ટ્રંપ આગળ

નોર્થ કેરોલિના-15 મત-ટ્રંપ આગળ

જ્યોર્જિયા-16 મત-ટ્રંપ આગળ

અલાસ્કા-3-મત-ટ્રંપ આગળ

નેવાડા-6 મત- બાઇડન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફ્લિપ રાજ્યોના કારણે પલટી શકે છે બાજી

હવે ફ્લિપ રાજ્ય જ ડોનાલ્ડ ટ્રંપની મદદ કરી શકે છે. એના માટે ટ્રંપને નેવાડામાં જીત પ્રાપ્ત કરવી પડશે. જ્યાં બાઇડનને 6 મત મળી રહ્યા છે. જો ડોનાલ્ડ ટ્રંપ નેવાડામાં જીતશે તો બહુમત તેમના પક્ષમાં જઇ શકે છે. જાણકારી પ્રમાણે નેવાડામાં માત્ર 75 %  મતોની જ ગણતરી થઇ છે એવામાં છેલ્લે માહોલ બદલાઇ શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">