રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપી ફરી બની શકે છે કોંગ્રેસ માટે કિંગ મેકર, NCP વ્હિપને ફગાવે તેવી શક્યતાથી રાજકારણ ગરમાયું

રાજ્યસભાની ચૂંટણીમાં NCPએ ભલે વ્હિપ આપ્યો પણ કાંધલ જાડેજા કોંગ્રેસને મત આપે તેમ લાગતું નથી, જેથી ખેલ હવે BTPના હાથમાં હોવાનો ઘાટ ઘડાયો છે. NCPના પ્રદેશ અધ્યક્ષે કૂતિયાણાના ધારાસભ્યને રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને મત આપવા વ્હિપ ભલે આપ્યો છે.. પણ ભૂતકાળને જોતા કાંધલ જાડેજા ૧૯ જૂને શક્તિસિંહ કે ભરતસિંહને મત આપે તેવી શક્યતા નહિવત્ છે. […]

રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપી ફરી બની શકે છે કોંગ્રેસ માટે કિંગ મેકર, NCP વ્હિપને ફગાવે તેવી શક્યતાથી રાજકારણ ગરમાયું
http://tv9gujarati.in/rajysabha-ni-chu…i-shake-che-whip
Follow Us:
| Updated on: Jun 17, 2020 | 10:33 AM

રાજ્યસભાની ચૂંટણીમાં NCPએ ભલે વ્હિપ આપ્યો પણ કાંધલ જાડેજા કોંગ્રેસને મત આપે તેમ લાગતું નથી, જેથી ખેલ હવે BTPના હાથમાં હોવાનો ઘાટ ઘડાયો છે. NCPના પ્રદેશ અધ્યક્ષે કૂતિયાણાના ધારાસભ્યને રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને મત આપવા વ્હિપ ભલે આપ્યો છે.. પણ ભૂતકાળને જોતા કાંધલ જાડેજા ૧૯ જૂને શક્તિસિંહ કે ભરતસિંહને મત આપે તેવી શક્યતા નહિવત્ છે. ઓગસ્ટ 2017માં પણ NCPએ કોંગ્રેસના અહેમદ પટેલને મત આપવા વ્હિપ જારી કર્યો હતો. પરંતુ, કાંધલ જાડેજાએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. એ વખતે જયંત બોસ્કી અને કાંધલ બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને પાછળથી NCPમાં બંનેને નોટિસ આપવા જેવું નાટક પણ થયું હતું. ભાજપ-કોંગ્રેસ બંને તરફ એક એક મતનો હિસાબ થઈ રહ્યો છે ત્યારે બધો જ ખેલ BTPના છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાના હાથમાં છે.. જો BTPના બંને ધારાસભ્યો કોંગ્રેસના ઉમેદવારને મત આપે તો પણ શક્તિસિંહ કે ભરતસિંહ બંનેમાંથી એકની હાર નિશ્ચિત છે. પણ આ આદિવાસી ધારાસભ્યોના બે મત કોંગ્રેસને મળે અને ભાજપના બે મત રદ થાય તો ભાજપના ત્રણ પૈકી એક ઉમેદવારની હાર થાય.. ઓગસ્ટ 2017માં, જુલાઈ- 2019માં ભાજપના ધારાસભ્યોએ એવી ભૂલો કરી છે જેથી તેમના મત રદ થયા હોય.. જોકે આવી ભૂલનું પુનરાવર્તન થવાની શક્યતા નહીંવત છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">