
18 વર્ષ પહેલા મધ્યરાત્રિએ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અમલમાં આવ્યો હતો. તેનો હેતુ એલઓસી પર 90ના દાયકાથી ચાલી રહેલા ગોળીબારને રોકવાનો હતો. તે સમયે, લોસ એન્જલસ ટાઇમ્સે લખ્યું હતું કે અમેરિકા અને યુરોપના દબાણમાં ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધવિરામ માટે સંમત થયા છે.

પાકિસ્તાન તરફથી 2014 થી દરેક વખતે યુદ્ધવિરામ કરાર તોડવામાં આવ્યો છે અને તેમાં ધરખમ વધારો થયો છે. જ્યારે યુદ્ધવિરામની વાત આવે છે ત્યારે વર્ષ 2020 ખાસ કરીને ખરાબ રહ્યું છે. પાકિસ્તાને 2020માં 4,645 વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું, જે 2018માં 1,629 અને 2019માં 3,168 વખતની સરખામણીમાં નવો રેકોર્ડ છે.