500 કિમી રેન્જ, TFT ડિસ્પ્લે…ડબલ ફ્યુઅલ ટાંકીવાળી Yamahaની આ બાઇકે ઓટો એક્સ્પોમાં મચાવી ધૂમ
ઇન્ડિયા મોબિલિટી એક્સ્પો 2025 શરૂ થઈ ગયો છે. ઘણી મોટી કંપનીઓની કાર, બાઇક સહિત અનેક વાહનો લોન્ચ કરી રહી છે. આ મોબિલિટી એક્સ્પોમાં Yamaha એ પણ બે ફ્યુઅલ ટાંકીવાળી એડવેન્ચર બાઈક રજુ કરી છે, ત્યારે આ લેખમાં બાઈકના ફીચર્સ વિશે આ લેખમાં જાણીશું.
1 / 6
ઇન્ડિયા મોબિલિટી એક્સ્પો 2025 શરૂ થઈ ગયો છે. ઘણી મોટી કંપનીઓની કાર, બાઇક સહિત અનેક વાહનો લોન્ચ કરી રહી છે.
2 / 6
આ મોબિલિટી એક્સ્પોમાં Yamaha એ પણ તેની એડવેન્ચર બાઈક Yamaha Tenere 700 રજૂ કરી હતી. ભારતમાં આ બાઇકનો ક્રેઝ એક અલગ જ સ્તરે છે.
3 / 6
કંપની આ બાઇકને ભારતીય બજારમાં લોન્ચ કરવાનું વિચારી રહી છે. જો કે, હાલમાં લોન્ચને લઈને કોઈ તૈયારી નથી. આ એક પાવરફુલ એડવેન્ચર બાઇક છે.
4 / 6
Yamaha Tenere 700માં 23 લિટરની બે ફ્યુઅલ ટાંકી આપવામાં આવી છે. બે ટાંકી એટલા માટે આપવામાં આવી છે, કારણ કે આ એડવેન્ચર બાઇક છે, તેથી ઉબડખાબડ રસ્તાઓમાં ફ્યુઅલનું લેવલ મેન્ટેન રહી શકે અને બાઈક સરળતાથી ચાલી શકે.
5 / 6
આ બાઈકની રેન્જ લગભગ 500 કિલોમીટર છે. તેમાં LED હેડલેમ્પ્સ સાથે વિન્ડસ્ક્રીન, ફ્લેટ સીટ અને બેશ પ્લેટ પણ છે. આ બાઇકમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 5-ઇંચની TFT કલર ડિસ્પ્લે, 3-મોડ સ્વિચેબલ ABS અને ઓહલિન્સ એડજસ્ટેબલ સ્ટીયરિંગ ડેમ્પર છે.
6 / 6
એવું મનાય છે કે ભારતમાં Yamaha Tenere 700 વર્લ્ડ રેડ હોન્ડા ટ્રાન્સલ્પ XL 750 અને સુઝુકી V-Strom 800 DE સાથે સ્પર્ધા કરી શકે છે.