1 / 7
સામાન્ય બજેટની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. આ દરમિયાન, નાણામંત્રી સાથે ઉદ્યોગ સંગઠનો અને મજૂર સંગઠનોની બેઠકો યોજાઈ રહી છે. આમાં દરેક સંગઠન પોતાની માંગણીઓ મૂકી હતી. તેમજ મજૂર સંગઠનોએ નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં EPFO હેઠળ લઘુત્તમ પેન્શનમાં પાંચ ગણો વધારો કરવા, આઠમા પગાર પંચની તાત્કાલિક રચના કરવા અને અતિ ધનિકો પર વધુ કર લાદવાની માંગ કરી છે.