
જેના કારણે વાળનો રંગ હલ્કો થઈ જાય છે. આને આનુવંશિક લાક્ષણિકતા તરીકે પણ જોઈ શકાય છે. જે યુરોપના ઉત્તર અને પશ્ચિમી વિસ્તારોમાં વધુ જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે, ખાસ કરીને ઉત્તર યુરોપમાં સોનેરી વાળ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે છેલ્લા હિમયુગ દરમિયાન અહીં મનુષ્યોમાં આ આનુવંશિક લક્ષણ વિકસિત થયું હતું.

તે સમયે, ઉત્તર યુરોપના ઠંડા અને સૂર્ય વિનાના વાતાવરણમાં, લોકોને વધુ વિટામિન ડીની જરૂર હતી, જે શરીરને સૂર્યપ્રકાશમાંથી મળે છે.