White Spots on Nails : નખ પર સફેદ ડાઘ કેમ પડે છે ? જાણો કારણ અને તેને દૂર કરવાના ઉપાય
નખ પર દેખાતા સફેદ ડાઘને શુભ માને છે તો કેટલાક તે જોઈને ચિંતિત થઈ જાય છે. પણ ના તો આ ટપકાને શુભ અશુભ સાથે લેવાદેવા છે ના તો તેનાની વધારે ચિંતા કરવાની જરુર છે. ત્યારે નખ પર સફેદ ડાઘ કે ટપકા કેમ થાય છે ચાલો અહીં સમજીએ.
1 / 6
શું તમારા નખ પર પણ સફેદ ડાઘ, ટપકા કે લાઈન દેખાય છે? ઘણા લોકે નખ પર દેખાતા સફેદ ડાઘને શુભ માને છે તો કેટલાક તે જોઈને ચિંતિત થઈ જાય છે. પણ ના તો આ ટપકાને શુભ અશુભ સાથે લેવાદેવા છે ના તો તેનાની વધારે ચિંતા કરવાની જરુર છે. ત્યારે નખ પર સફેદ ડાઘ કે ટપકા કેમ થાય છે ચાલો અહીં સમજીએ.
2 / 6
નખ પર સફેદ ડાઘ થવાનું કારણ એ છે કે તમારામાં ઝિંકની ઉણપને કારણે થાય છે. તે સિવાય જ્યારે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ હોય છે, ત્યારે નખ પર આ સફેદ નિશાન દેખાય છે. નિષ્ણાંતના મતે વિટામિન A અથવા પ્રોટીન અને કેલ્શિયમ જેવા પોષક તત્વોની ઉણપને કારણે નખ પર આ સફેદ નિશાન બનવા લાગે છે. આ સમસ્યા આયર્નની ઉણપને કારણે પણ જોવા મળી શકે છે.
3 / 6
ત્યારે જો તમારા શરીરમાં ઝિંકની કમી પણ વધી જાય છે ત્યારે તમારા નખમાં સફેદ ડાઘ દેખાય છે. ત્યારે તેનામાં ઝિંકથી ભરપુર ખોરાક લો. જેમ કે મશરૂમ, મગફળી, તલ, ઇંડા અને દહીંનું સેવન કરો
4 / 6
લસણ નખને મજબૂત બનાવે છે. તેથી નખ પર લસણને નિયમિત રીતે ઘસો. આનાથી નખ મજબૂત થશે અને તેમને કોઈપણ પ્રકારની ઈજાથી જલદી હિલ થશે અને સફેદ ડાઘ પણ દૂર થઈ જશે.
5 / 6
દરરોજ તમારા નખને મોઇશ્ચરાઇઝ કરો. ખાતરી કરો કે તમે તમારા નખ તેમજ તમારા હાથ પર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો છો. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા નખ પર વિટામિન ઈ ઓઇલ લગાવો. તે તમારા નખને મજબૂત અને સ્વસ્થ રહેવા અને સફેદ ડાઘ દૂર થઈ જશે
6 / 6
જો તમને આ નિશાન કોઈ નેઇલ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી નખ પર સફેદ સફેદ ડાઘ કે ટપકા દેખાય છે, તો તમારે તેનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ, કારણ કે તમને તેનાથી એલર્જી પણ હોઈ શકે છે