
ચૂંટણી પૂરી થયા બાદ મતવિસ્તાર માટે બનાવેલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ જમા કરવામાં આવે છે. મતગણતરીના દિવસે મત ગણતરી પણ આ જ સ્ટ્રોંગ રૂમમાં થાય છે. દરેક સ્ટ્રોંગ રૂમમાં એક રિટર્નિંગ ઓફિસર તહેનાત રહે છે, જે મતગણતરી શરૂ કરતા પહેલા ઉમેદવાર અથવા તેના પ્રતિનિધિની હાજરીમાં ઈવીએમનું સીલ ખોલે છે. જે હોલમાં મત ગણતરી થાય છે ત્યાં ઉમેદવારો તેમના કાઉન્ટિંગ એજન્ટો અને ચૂંટણી એજન્ટો સાથે પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી હોલમાં હાજર રહે છે.

મતગણતરી સમયે તમે સાંભળ્યું જ હશે કે રાઉન્ડ એક રાઉન્ડ બે અને ત્રણ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ. તમને જણાવી દઈએ કે રાઉન્ડ એટલે 14 ઈવીએમમાં પડેલા મતોની ગણતરી. જ્યારે 14 ઈવીએમમાં પડેલા મતોની ગણતરી કરવામાં આવે છે, ત્યારે તેને એક રાઉન્ડ ગણવામાં આવે છે.

મત ગણતરી બાદ તમામ ડેટા કંટ્રોલ યુનિટ મેમરી સિસ્ટમમાં સેવ થાય છે. આ ડેટા ડિલીટ ન થાય ત્યાં સુધી કંટ્રોલ યુનિટમાં સાચવવામાં આવે છે. મત ગણતરીની જવાબદારી ચૂંટણી અધિકારી એટલે કે રિટર્નિંગ ઓફિસરની રહે છે. તમને જણાવી દઈએ કે સરકારી અધિકારી અથવા સ્થાનિક સંસ્થાના અધિકારીને રિટર્નિંગ ઓફિસર બનાવવામાં આવે છે.
Published On - 3:02 pm, Sun, 3 December 23