
આ ઘટનામાં અલીસ્બા કોઠારી, સમીના શેખ, નેન્સી માછી, આયેશા ખલીફા નામની માસૂમ બાળઓએ પણ જીવ ગુમાવ્યા છે, ત્યારે સવાલ એ છે કે, આ માસૂમોનો શું વાંક હતો ?

મોરબી દૂર્ઘટના બાદ ફરી એકવખત વડોદરામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે સરકાર આગામી સમયમાં કસૂરવારો સામે કાર્યવાહી કરશે, પરંતુ જે માતા-પિતાએ પોતાના વ્હાલસોયાને ગુમાવ્યા છે એમનું શું ? કયારે અટકશે આવી હોનારતો ?