Tongue Colour : જીભનો રંગ જણાવી દેશે કે તમે કેટલા હેલ્ધી છો, રંગથી જાણો બીમારીના સંકેત

|

Sep 12, 2024 | 1:58 PM

જેમ પીળી ત્વચા અને પીળી આંખો જોઈને કમળો નક્કી કરી શકાય છે, તેવી જ રીતે, તમે સ્વસ્થ છો કે નહીં તે તમારી જીભના રંગ પરથી નક્કી કરી શકાય છે. જીભના વિવિધ રંગો તમને વિવિધ રોગો વિશે સંકેત આપે છે. ત્યારે ચાલો જાણીએ.

1 / 7
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પણ તમે અસ્વસ્થતા અનુભવો છો, ત્યારે ડૉક્ટર તમને ચેકઅપ કરાવતી વખતે તમારી જીભ બતાવવાનું કહે છે? ત્યારે માત્ર જીભ જોઈ કઈ રીતે ખબર પડે કે તમે કેટલા સ્વસ્થ છો? તમારી જીભનો રંગ તમારા શરીરના અનેક રોગોના રહસ્યો ઉજાગર કરે છે. જેમ પીળી ત્વચા અને પીળી આંખો જોઈને કમળો નક્કી કરી શકાય છે, તેવી જ રીતે, તમે સ્વસ્થ છો કે નહીં તે તમારી જીભના રંગ પરથી નક્કી કરી શકાય છે. જીભના વિવિધ રંગો તમને વિવિધ રોગો વિશે સંકેત આપે છે. જેથી જો સહેજ પણ લક્ષણો દેખાય, તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

2 / 7
જીભ પર સફેદ ડાઘ : જો તમારી જીભ પર સફેદ ડાઘ દેખાય છે, તો તે યીસ્ટ ઈન્ફેક્શનની નિશાની હોઈ શકે છે. સફેદ ડાઘ ઘણીવાર બાળકો અથવા વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. સફેદ જીભ ડિહાઇડ્રેશનની સમસ્યા પણ સૂચવે છે. લ્યુકોપ્લાકિયામાં પણ જીભ સફેદ દેખાય છે.

3 / 7
કાળી જીભ  : જો તમને તમારી જીભનો કાળો રંગ દેખાય તો તે ખતરનાક છે. કાળી જીભ એ ગળામાં ચેપ અથવા બેક્ટેરિયાની નિશાની છે. દવાઓના વધુ પડતા સેવનથી પણ જીભ કાળી પડી જાય છે. ડાયાબિટીસના દર્દીઓની જીભ પણ કાળી પડી જાય છે. કેન્સરના દર્દીઓની જીભ પણ કાળી પડી શકે છે. આ સિવાય પેટના અલ્સરમાં પણ જીભનો રંગ કાળો દેખાવા લાગે છે. એટલે જો આવા સંકેત દેખાય તો પહેલા ડોક્ટરની સલાહ લેવી.

4 / 7
જીભનો પીળો રંગ : જો કે પીળી જીભ સીધી રીતે કમળો સૂચવે છે, તે પ્રારંભિક સંકેત છે. તમે પીળી જીભ જોવો કે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે કમળો એક ગંભીર રોગ છે. આથી ડોક્ટરના જણાવ્યા મુજબ સલાહ લેવી.

5 / 7
વાદળી કે ભૂરા રંગની જીભ : વાદળી કે ભૂરા રંગની જીભ સૌથી ખતરનાક માનવામાં આવે છે. ભૂરા રંગની જીભ હાર્ટની સમસ્યાઓ દર્શાવે છે. જ્યારે તમારુ હાર્ટ બ્લડને યોગ્ય રીતે પંપ નથી કરતુ કે બ્લડમાં ઓક્સિજનની કમી થવા લાગે ત્યારે જીભનો રંહ રાતો ભૂરો થઈ જાય છે. આ સમયે તાત્કાલિક ડોક્ટર પાસે જાવ.

6 / 7
ફીકી જીભ : જીભનો સંપૂર્ણ નિસ્તેજ અથવા આછો ગુલાબી રંગ શરીરમાં લોહીની ઉણપ દર્શાવે છે. તેનાથી એનિમિયા અને વિટામિન B-12 ની ઉણપ થઈ શકે છે. આ કિસ્સામાં, તમારે તાત્કાલિક તબીબી સલાહ લેવી જોઈએ.

7 / 7
તંદુરસ્ત જીભ કેવી દેખાય છે? : કેટલાક આરોગ્ય નિષ્ણાતોના મતે, જેની જીભનો રંગ આછો સફેદ પડ સાથે ઘેરો ગુલાબી હોય અને જેમાં કોઈ ડાઘા કે ફોલ્લીઓ ન હોય તે સ્વસ્થ છે. જીભમાં ભેજનો અભાવ પણ રોગની નિશાની છે.

Next Photo Gallery