જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો રંગ જામ્યો, ભવનાથ મેળાની જુઓ અનોખી તસવીરો
મહાશિવરાત્રિ સુધીમાં લાખો ભક્તો ભવનાથ આવે તેવી શક્યતા છે. મેળાની શરૂઆત સાથે જ ભવનાથમાં હર હર મહાદેવના નાદ ગૂંજી રહ્યા છે.મોટી સંખ્યામાં ભક્તો જૂનાગઢના ભવનાથમાં ઉમટ્યા છે.
1 / 9
જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાનો રંગ જામ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો જૂનાગઢના ભવનાથમાં ઉમટ્યા છે. મોટી ઉંમરના લોકો સાથે યુવાનો પણ મેળામાં આવી રહ્યા છે. અને મહાદેવ તેમજ સાધુ સંતોના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી રહ્યા છે.
2 / 9
ભવનાથના મહાશિવરાત્રિના મેળામાં દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢ આવી પહોંચે છે.
3 / 9
ધુણામાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખી અને અગ્નિદેવની સાક્ષીમાં શિવ આરાધના સતત પાંચ દિવસ સુધી કરતા રહે છે અને આ ધુણાની ભભૂતિ શરીર પર લગાવી અલખની હેલી જગાવે છે. તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિ પ્રસાદીરૂપે આપવામાં આવે છે. લોકોનું કલ્યાણ થાય તે માટે સતત સાધુ સંતો પ્રાર્થના કરતા રહે છે. ધુણાએ સાધુ સંતોની ઓળખ છે અને ધુણામાં જ રસોઈ બનાવી અને ભોજન આરોગે છે.
4 / 9
મેળામાં અલગ-અલગ અખાડાના સાધુ સંતો છે. નાથ સંપ્રદાયના સાધ્વીજી પણ મેળામાં પધાર્યા છે. તેમણે કહ્યું કે, અહીં તેમને મહાન સંતોના દર્શન થાય છે અને ઘણુ શીખવા પણ મળે છે. નાગા સાધુ પણ મેળાની શરૂઆતથી જ ધુણી ધખાવીને બેઠા છે. અને વિશ્વ કલ્યાણ અને લોકોમાં ભાઈચારો યથાવત રહે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
5 / 9
અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિ પ્રસાદીરૂપે આપવામાં આવે છે. લોકોનું કલ્યાણ થાય તે માટે સતત સાધુ સંતો પ્રાર્થના કરતા રહે છે.
6 / 9
મેળામાં આવતા ભાવિકોને જમાડવાની સેવા કરવા માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતાં હોય છે. વિવિધ સંસ્થાઓ અને સમાજો દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતાં હોય છે. શિવરાત્રિથી મેળો શરૂ થતો હોય અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યાં છે.
7 / 9
ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિના મેળા નિમિત્તે ભગવાન ભવનાથના દર્શન-પુજન અને પ્રસાદ સાથે સાધુ-સંતોના આશીર્વાદ મળે છે.
8 / 9
મેળામાં આવતા ભાવિકોને જમાડવાની સેવા કરવા માટે અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતાં હોય છે. વિવિધ સંસ્થાઓ અને સમાજો દ્વારા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવતાં હોય છે.
9 / 9
2700 વર્ષ પહેલા ત્યારે બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ સનાતન ધર્મ ઉપર વધતું ગયું હતું અને રાજા-મહારાજાઓ લોકોને જોર જબરદસ્તીથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરતા હતા ત્યારે જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મની પુનઃસ્થાપના માટે ચારે દિશામાં અલગ-અલગ મઠોની સ્થાપના કરી હતી. અને સનાતન ધર્મના પ્રચાર માટે શસ્ત્ર અને શાસ્ત્ર અને હથિયાર બનાવ્યા હતા. જેવી રીતે કોઈ દેશ તેમની સુરક્ષા માટે સૈન્ય તૈયાર કરતું હોય છે તેવી જ રીતે સનાતન ધર્મની રક્ષા માટે શંકરાચાર્ય નાગા સાધુઓની ફોજ તૈયાર કરી હતી. જેનો ઉદ્દેશ્ય શિવ આરાધના અને સનાતન ધર્મની સ્થાપના કરવાનો હતો. નાગા સાધુઓને પહેરવા માટે કપડાની જરૂર નથી ભિક્ષા માંગીને પોતાનું પેટ ભરે તેવી ફોજ તૈયાર કરી અને સનાતન ધર્મ માટે નાગા સાધુઓએ બલિદાન આપ્યા છે. આવા સાધુઓ શિવરાત્રીના દિવસે શિવ આરાધના કરવા જુદા જુદા કરતબ કરે છે. અહીં આવતા શ્રધ્ધાળુઓને ભભૂતિ પ્રસાદીરૂપે આપવામાં આવે છે.