માધુરી દીક્ષિત આજકાલ 'ડાન્સ દીવાને' શોને જ્જ કરી રહી છે. જેના ફોટોશૂટના કેટલાક ફોટા તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ શોને જ્જ કરવાની સાથે તેમનો અનોખો અંદાજ પણ બધાને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.
tv9 webdesk40
Published On -
17:24 PM, 28 Feb 2021
Madhuri Dixit
માધુરી દીક્ષિતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફરી એકવાર તેમણે સાડીમાં તેમની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
માધુરીએ તેમની સુંદર સ્માઈલ સાથે બ્લુ કલરની સાડીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરમાં માધુરીએ ડિઝાઈનર અર્પિતા મહેતા દ્વારા ડિઝાઈન કરેલી સાડી પહેરી છે.
આ સાડીની કિનારા પર ગોલ્ડન એમ્બ્રોઈડરી કરવામાં આવી છે. પરંતુ આ સાડી જેટલી સુંદર છે તેની કિંમત પણ વધારે છે. આ સાડીની કિંમત 98,000 રૂપિયા છે.
આ પૂર્વે પણ માધુરી અનેક પ્રકારના ડ્રેસમાં જોવા મળી હતી. મનીષ મલ્હોત્રાની ડિઝાઈન કરેલી સાડીમાં માધુરીએ એક તસવીર તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.
આ પહેલા પણ માધુરીએ બ્લેક કલરની સાડી પહેરી હતી, જેના પર તેમણે બેલ્ટ પણ લગાવ્યો હતો. તેમની અલગ શૈલીને લોકોએ પણ પસંદ કરી. તે સમયે આ તસવીર પણ એકદમ વાયરલ થઈ હતી.