શાર્ક ટેન્કની આ જજ જે પહેરે છે 20 લાખની હીલ્સ ! નેટવર્થ જાણી હોશ ઉડી જશે
તમને જાણીને નવાઈ લાગશે કે શાર્ક ટેન્ક ઈન્ડિયામાં એક જજ 20 લાખ રુપિયાના ચંપલ પહેરે છે. આ વાતનો ખુલાસો શોમાં તેના સાથી જજે કર્યો હતો. આ સિવાય તેમની પાસે 50 કરોડ રૂપિયાનો બંગલો પણ છે અને ઘરના ગેરેજમાં કરોડોની કિંમતની કારનું કલેક્શન પણ છે. ચાલો તમને જણાવીએ કે કોણ છે આ જજ
1 / 6
જો કોઈ તમને પૂછે કે તમે કેટલા મોંઘા ચંપલ પહેરી શકો છો તો તમે શું જવાબ આપશો? બઉં બઉં તો 10 કે વધુમાં વધુ 20 હજાર પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે શાર્ક ટેન્ક ઈન્ડિયામાં એક એવા જજ છે જે 20 લાખની હીલ્સ પહેરે છે. ખરેખર, સોની ટીવીની શાર્ક ટેન્ક ઈન્ડિયા આ દિવસોમાં સમાચારોમાં છે.
2 / 6
આ શોમાં સ્ટાર્ટઅપ કંપનીઓ અલગ-અલગ આઈડિયા લઈને આવે છે અને શાર્ક પાસેથી ડીલ મેળવવાનો પ્રયાસ કરે છે. જેમાં શોની શાક્સ નમિતા થાપર વચ્ચે અવારનવાર હેડલાઇન્સમાં રહ્યા હતા. તેમની જીવનશૈલી એકદમ ભવ્ય છે. તમે તેની સંપત્તિનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે તે 20 લાખ રૂપિયાના હીલ્સ પહેરે છે આવી જ રીતે લાખો રૂપિયા માત્ર શૂઝ અને ચપ્પલ પાછળ ખર્ચે છે. આવો તમને જણાવીએ કે તેમની પાસે કેટલી સંપત્તિ છે.
3 / 6
નમિતા એક સફળ બિઝનેસ વુમનમાં છે. તે આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની Emcure ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ સિવાય નમિતા ઈનક્રેડિબલ વેન્ચર્સ લિમિટેડના સ્થાપક અને સીઈઓ પણ છે. નમિતા કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે.
4 / 6
તેમની પાસે લક્ઝુરિયસ બંગલાથી લઈને મોંઘી કાર સુધી બધું જ છે. શાર્ક ટેન્ક ઈન્ડિયામાં નમિતા સાથે જજ કરનાર અમિત જૈને એકવાર કહ્યું હતું કે નમિતાએ શોમાં 20 લાખ રૂપિયાના જૂતા પહેર્યા હતા. નમિતાનું કાર કલેક્શન પણ અદ્ભુત છે. તેની પાસે રૂ. 2 કરોડની કિંમતની BMW X7, મર્સિડીઝ-બેન્ઝ GLE અને Audi Q7 જેવી મોંઘી કાર છે.
5 / 6
કહેવાય છે કે નમિતાની કુલ સંપત્તિ 600 કરોડ રૂપિયાની આસપાસ છે. તે પુણેમાં તેના પરિવાર સાથે રહે છે. તેનું ઘર એકદમ વૈભવી હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, નમિતાનો આલીશાન બંગલો 5000 સ્ક્વેર ફૂટમાં બનેલો છે, જેની કિંમત 50 કરોડ રૂપિયા છે. શાર્ક ટેન્ક ઇન્ડિયાની પ્રથમ સીઝન માટે નમિતાની ફી 8 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ હોવાનું કહેવાય છે.
6 / 6
આ સિવાય તેણે શોમાં આવેલી લગભગ 25 કંપનીઓમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ પણ કર્યું છે. આ પૈકી, તેણે બમર, અલ્ટોર (સ્માર્ટ હેલ્મેટ કંપની), InACan (કોકટેલ કંપની) અને વાકાઓ ફૂડ્સ (રેડી-ટુ-કુક ફૂડ ઉત્પાદક) જેવી કંપનીઓમાં મોટું રોકાણ કર્યું છે.
Published On - 4:38 pm, Thu, 14 March 24