
આ મરચા પીઠમાં ચાર - ચાર પેઢીથી મરચાના ડીંટીયા તોડીને છુટક રોજગારી મેળવનારા લોકો અને તેમના પરિવારના લોકો દર વર્ષે આ કામ માટે આવે છે.

નદીના નીચાણવાળા વિસ્તારમાં મરચા દળવાનું કામ થાય છે. મરચાની ઘંટી ધરાવનાર મનોજભાઇ સોલંકી કહે છે કે અમે 1989 થી અહી દર વર્ષે બે થી ત્રણ માસ મરંચુ દળવાનું કામ કરીએ છીએ.

મરચાની આવક વિશે રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જયેશભાઇ બોઘરા કહે છે કે, માર્કેટીંગ યાર્ડમાં દરરોજ 1800 કિલો જેટલા લાલ સુકા મરચા ખેડૂતો દ્વારા વેચાણ માટે લાવવામાં આવે છે.

યાર્ડમાં સરેરાશ 300 ભારી આવે છે. આ તમામ મરચાઓની ખરીદી ખેડૂતો પાસેથી વેપરીઓ સીધી જ કરે છે. યાર્ડમાં માત્ર રાજકોટ જિલ્લાના કે ગોંડલ તાલુકાના જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના મરચાનો પાક લેતા ખેડૂતો મરચા વેચવા આવે છે.
Published On - 10:03 pm, Tue, 25 April 23