Maruti Swift CNG આપશે 32.85 kmની માઇલેજ, પેટ્રોલ વેરિયન્ટમાં કેટલી મળે છે માઈલેજ ?
Maruti Suzuki એ મે મહિનામાં સ્વિફ્ટનું પેટ્રોલ મોડલ ગ્રાહકો માટે લોન્ચ કર્યું હતું અને હવે ચાર મહિના પછી કંપનીએ તહેવારોની સિઝન પહેલા સ્વિફ્ટ CNGનું નવું મોડલ લોન્ચ કર્યું છે. તમને સ્વિફ્ટના આ નવા મોડલના તમામ વેરિઅન્ટ 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ વિકલ્પમાં મળશે.
1 / 6
બજારમાં CNG કારની માંગ ઝડપથી વધી રહી છે, જેના કારણે હવે ઓટો કંપનીઓએ ગ્રાહકો માટે તેમના ફેમસ મોડલના CNG વર્ઝન લોન્ચ કરવાનું શરૂ કર્યું છે. મે મહિનામાં મારુતિ સુઝુકી સ્વિફ્ટનું પેટ્રોલ મોડલ ગ્રાહકો માટે લોન્ચ કર્યું હતું અને હવે ચાર મહિના પછી કંપનીએ તહેવારોની સિઝન પહેલા સ્વિફ્ટ CNG મોડલ લોન્ચ કર્યું છે.
2 / 6
તમને સ્વિફ્ટનો આ નવો CNG અવતાર ત્રણ વિકલ્પોમાં મળશે - V, V(O) અને Z. તમને સ્વિફ્ટના આ નવા મોડલના તમામ વેરિઅન્ટ 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ વિકલ્પમાં મળશે. આનો અર્થ એ છે કે તમે સ્વિફ્ટનો CNG અવતાર ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પમાં ખરીદી શકશો નહીં.
3 / 6
કંપનીએ મારુતિ સ્વિફ્ટ CNG અને પેટ્રોલમાં નવું Z સિરીઝનું એન્જિન આપ્યું છે. CNG વર્ઝનમાં 1.2 લિટર એન્જિન 69.75 PSનો પાવર અને 101.8 NMનો ટોર્ક જનરેટ કરે છે. આ સાથે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.
4 / 6
પેટ્રોલ વર્ઝનમાં પણ 1.2 લીટર Z સીરીઝનું એન્જિન આપવામાં આવ્યું છે, પરંતુ તે 81.57 PSનો પાવર અને 111.7 NMનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ સાથે AMT ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ છે.
5 / 6
કંપનીનો દાવો છે કે લોકોને સ્વિફ્ટના જૂના CNG મોડલની સરખામણીમાં નવા મોડલમાં 6 ટકા વધુ માઈલેજ મળશે. આ નવું મોડલ એક કિલોગ્રામ CNGમાં 32.85 કિલોમીટર સુધીનું અંતર કાપશે. જ્યારે પેટ્રોલ વેરિયન્ટની વાત કરીએ તો તે 24.8 થી 25.75 kmplની માઈલેજ આપે છે.
6 / 6
મારુતિ સ્વિફ્ટના પેટ્રોલ વર્ઝનની એક્સ-શોરૂમ કિંમત 6.49 લાખ રૂપિયાથી 9.44 લાખ રૂપિયા સુધીની છે. જ્યારે CNG વર્ઝનની એક્સ-શોરૂમ કિંમત 8.19 લાખ રૂપિયાથી 9.19 લાખ રૂપિયાની વચ્ચે છે. (Image - Maruti Suzuki)