'IIT બાબા' એ આગળ કહ્યું કે લોકો તેને પાગલ પણ માનવા લાગ્યા હતા. જો કે, તેનાથી તેને કોઈ ફરક પડ્યો ન હતો. તેણે કહ્યું, “જ્યારે હું નાનો હતો, ત્યારે મેં ઘરેથી ભાગી જવાનું વિચાર્યું. તેની પાછળનું કારણ એ હતું કે હું પરિવારથી નારાજ હતો. આ જ કારણથી મેં આઈઆઈટી મુંબઈમાંથી એન્જિનિયરિંગ કરવાનું નક્કી કર્યું અને પછી એડમિશન મળ્યા બાદ હું મુંબઈ ગયો.'' તેણે વધુમાં કહ્યું કે હું કોઈ સંપ્રદાય સાથે જોડાયેલો નથી, હું સાધુ કે સંત પણ નથી. હું ફક્ત મોક્ષ મેળવવાનો પ્રયત્ન કરું છું, આ માટે વચ્ચે આવતી દરેક સમસ્યા દૂર કરવી પડશે. હું આઝાદ છું, હું કંઈ પણ કરી શકું છું.