અમદાવાદમાં 7 બંગલા ખરીદવા બરાબર છે, દુબઈના બુર્જ ખલિફામાં એક ફ્લેટની કિંમત
વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફામાં કુલ 163 માળ છે, જેમાં 58 લિફ્ટ અને 2957 પાર્કિંગ સ્પેસ, 304 હોટલ, 37 ઓફિસ ફ્લોર અને 900 અલ્ટ્રા-લક્ઝરી એપાર્ટમેન્ટ્સ પણ આવેલા છે. ત્યારે આ લેખમાં બુર્જ ખલીફામાં ફ્લેટની કિંમત કેટલી છે તેના વિશે જાણીશું.
1 / 6
વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા એન્જિનિયરિંગનું અદભૂત ઉદાહરણ છે. બુર્જ ખલીફાની ઊંચાઈ 2716.5 ફૂટ એટલે કે 828 મીટર છે, જે એફિલ ટાવર કરતાં ત્રણ ગણી ઊંચી છે.
2 / 6
બુર્જ ખલીફામાં કુલ 163 માળ છે, જેમાં 58 લિફ્ટ અને 2957 પાર્કિંગ સ્પેસ, 304 હોટલ, 37 ઓફિસ ફ્લોર અને 900 એપાર્ટમેન્ટ છે.
3 / 6
બુર્જ ખલીફામાં લક્ઝુરિયસ હોટલથી લઈને એક, બે, ત્રણ અને ચાર બેડરૂમવાળા ખાનગી અલ્ટ્રા-લક્ઝરી એપાર્ટમેન્ટ્સ પણ આવેલા છે.
4 / 6
દુબઈની એક હાઉસિંગ વેબસાઈટ મુજબ, બુર્જ ખલીફામાં 1 BHK ફ્લેટની કિંમત લગભગ રૂ.3.73 કરોડ, 2 BHK ફ્લેટની કિંમત લગભગ રૂ.5.83 કરોડ અને 3 BHK ફ્લેટની કિંમત લગભગ રૂપિયા 14 કરોડ છે.
5 / 6
જો આપણે અમદાવાદની વાત કરીએ તો, તમને 2 કરોડ સુધીમાં 3 BHK બંગલો મળી જાય છે, તેથી બુર્જ ખલીફામાં 3 BHK ફ્લેટની કિંમતમાં અમદાવાદમાં તમે 7 બંગલા ખરીદી શકો છો.
6 / 6
બુર્જ ખલીફામાં આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ વિશ્વના શ્રેષ્ઠ મકાનો પણ છે. બુર્જ ખલીફામાં 21,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું સૌથી મોટું પેન્ટહાઉસ છે જેની કિંમત લગભગ રૂપિયા 2 અબજ છે. (Image - Freepik)
Published On - 5:00 pm, Mon, 6 January 25