Bhakti : જાણો ભારતના સૌથી પ્રસિદ્ધ 10 હનુમાન મંદિરનો મહિમા

|

Jul 24, 2021 | 6:34 PM

આ મંદિરો દેશના સૌથી પ્રસિદ્ધ હનુમાન સ્થાનકોમાં સ્થાન ધરાવે છે. સુતેલા હનુમાનજી હોય કે પછી બાળરૂપે દર્શન આપતાં અંજનીસુત કે પછી અયોધ્યામાં બિરાજમાન ફક્ત 6 ઈંચના પવનસુત, બજરંગબલીના આ તમામ સ્વરૂપ ભક્તોને ભયમુક્ત કરે છે.

1 / 10
હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ અયોધ્યામાં થયો હતો. જ્યાં હનુમાનજીનું એક મંદિર છે જે હનુમાન ગઢી નામથી પ્રખ્યાત છે. તે અયોધ્યાનું સૌથી પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ મંદિર સરયુ નદીના જમણા કાંઠે એક વિશાળ ટેકરા પર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ફક્ત 6 ઇંચ ઊંચી છે. જે હંમેશાં ફૂલની માળાથી શોભે છે. આ મંદિર સુધી પહોંચવા માટે તમારે કુલ 76 પગથિયાં ચડવા પડશે. ભગવાન શ્રી રામ લંકા પર વિજય મેળવ્યા પછી અયોધ્યા પાછા ફર્યા અને હનુમાને આ સ્થળે આરામ કરવાનું કહ્યું. ત્યારથી તેનું નામ હનુમાન ગઢી રાખવામાં આવ્યું. હનુમાનજી મુખ્ય મંદિરમાં માતા અંજનીના ખોળામાં બિરાજમાન છે.

2 / 10
રાજસ્થાનના દૌસા જિલ્લા નજીક બે ટેકરીઓ વચ્ચે મહેંદીપુર નામનું સ્થાનક આવેલું છે. આ મંદિર જયપુરથી લગભગ 65 કિમીના અંતરે છે. એવું કહેવામાં આવે છે કે મહેંદીપુરમાં ખૂબ મોટી શિલાઓ છે, જેમાંથી હનુમાનજીની આકૃતિ આપમેળે ઊભરી આવે છે, જેને બાલાજી મહારાજ તરીકે ઓળખવામાં આવે છે. અહીં હનુમાનજી બાળકના રૂપમાં બિરાજમાન છે. તેમના પગ પર એક નાનો કુંડ છે જેનું પાણી ક્યારેય સુકાતું નથી. એવું કહેવામાં આવે છે કે અહીં હનુમાનજીના મંદિરમાં તમામ દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. એટલું જ નહીં જો કોઈ ભૂત પ્રેતનો ઓછાયો હોય તો પણ દુર થઈ જાય છે. આ કારણે આ મંદિર માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. બાલાજી મહારાજનાં દર્શન માટે દૂર-દૂરથી ભક્તો આવે છે.

3 / 10
આ મંદિર પ્રયાગરાજ કિલ્લાની બાજુમાં સંગમ નજીક આવેલું છે. આ પ્રાચીન મંદિરમાં હનુમાનજીની સુતેલી મૂર્તિ છે. આખા ભારતમાં હનુમાનજીની આ એકમાત્ર સુતેલી મૂર્તિ હોવાનું મનાય છે. મંદિરમાં હનુમાનજીની પ્રતિમા 20 ફૂટ લાંબી છે. અને એટલે જ આ મંદિર સુતેલા હનુમાનજી મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિરના ઇતિહાસ વિશે કેટલીયે દંતકથાઓ છે. એક દંતકથા અનુસાર, એક વેપારી હોડીમાં હનુમાનજીની મૂર્તિ લઇને જઇ રહ્યો હતો. મૂર્તિ ભારે હોવાથી બોટ અચાનક સંગમમાં ડૂબી ગઈ. સમય જતાં જ્યારે યમુનાજીના પાણીનું વહેણ થોડું બદલાયું, ત્યારે આ મૂર્તિ દેખાવા માંડી. તે સમયે અકબરનું શાસન હતું, અને તેમણે હિન્દુઓના દિલ જીતવા તેના કિલ્લાની સમીપે જ આ મૂર્તિનું સ્થાપન કર્યું.

4 / 10
સંકટ મોચન હનુમાન મંદિર પવિત્ર શહેર વારાણસીમાં આવેલું છે. તે દુર્ગા મંદિર અને નવા વિશ્વનાથ મંદિર માર્ગ પર બનારસ હિન્દુ યુનિવર્સિટીની નજીક આવેલું છે. કહેવાય છે કે આ પવિત્ર શહેરમાં જે સ્થાન પર હનુમાનજીએ  ગોસ્વામી તુલસીદાસજીને દર્શન આપ્યા તે સ્થાન સંકટ મોચન તરીકે ઓળખાય છે. તુલસીદાસજીએ જે મુદ્રામાં દર્શન કર્યા હતા ત્યાં તેમણે હનુમાનજીની મૂર્તિની સ્થાપના એ જ સ્વરૂપમાં કરી હતી. સંકટમોચન એટલે બધા દુ:ખને દૂર કરે તે. આ મંદિરમાં જે કોઇપણ આવે છે, હનુમાનજી તેમની બધી મુશ્કેલીઓ દૂર કરતા હોવાની વાયકા છે.

5 / 10
હનુમાન ધારા મંદિર ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાથી 3 કિમી દૂર પર્વતમાળાની મધ્યમાં સ્થિત છે.લંકામાં આગ લગાવ્યા બાદ હનુમાનજીની પૂંછ પર લાગેલી આગને આ જ સ્થાન પર શાતા મળી હતી. કહેવાય છે કે એ વખતે હનુમાનજીને આગના કારણે ખુબ બળતરાં થતી હતી. તેમણે પ્રભુ શ્રીરામને તેના ઉપાય માટે વિનંતી કરી ત્યારે ભગવાન શ્રી રામે તેમના બાણથી પવિત્ર જલધારાનું નિર્માણ કર્યું અને એટલે જ તો પર્વતમાંથી નીકળતી પવિત્ર જલધારા આજે પણ ત્યાં દ્રશ્યમાન થાય છે. આ જલધારા હનુમાનજીની પ્રતિમાની પૂંછ પર પડે છે અને અંતે નીચે રહેલાં કુંડમાં જતી રહે છે. સેંકડો ભક્તો આજે પણ અહીં દર્શનાર્થે આવે છે અને હનુમાનજી સૌને શાંતિના આશીર્વાદ આપે છે.

6 / 10
તામિલનાડુમના તિરુવલ્લુરના કુંભકોણમ નામના સ્થળે, શ્રી પંચમમુખ અંજનેય સ્વામીજીમાં શ્રી હનુમાનજીનું એક ખૂબ જ ભવ્ય અને સુંદર મઠ આવેલો છે. હનુમાનજીનું આ એક માત્ર એવું સ્વરૂપ છે જેમાં હનુમાનજીના 5 ચહેરા છે એટલે કે પંચમુખ છે.અહીં પ્રવર્તતી લોકવાયકા મુજબ, જ્યારે અહિરાવણ અને તેના ભાઈ મહિરાવણે રામ અને રાવણના યુદ્ધ દરમિયાન શ્રી રામ અને ભાઈ લક્ષ્મણનું અપહરણ કર્યું હતું, ત્યારે હનુમાનજીએ આ સ્થાન પરથી પંચમુખ પહેરીને તેમની શોધ શરૂ કરી હતી. અને આ રૂપ ધારણ કરીને તેમણે અહિરાવણ અને મહિરાવણનો વધ કર્યો હતો. અહીં લોકો હનુમાનજીના પંચમુખ સ્વરૂપના દર્શન કરવાં દૂર દૂરથી આવે છે. કહે છે કે હનુમાનજી અહીં આવતા તમામ ભક્તોના દુ:ખ દૂર કરે છે.

7 / 10
આ મંદિર કર્ણાટકના બેલેરી જિલ્લાના હમ્પી ખાતે આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા યંત્રોર્ધક હનુમાનના નામથી જાણીતી છે. આ સ્થાનને પ્રાચીન કિશકિંધા શહેર પણ કહેવામાં આવે છે. વાલ્મીકીજીએ આ સ્થાનનો ઉલ્લેખ રામાયણમાં કર્યો છે. તો રામચિરતમાનસમાં પણ આ સ્થાનનો ઉલ્લેખ જોવા મળે છે.રામનવમી પર આ મંદિરમાં ભક્તિનું ટોળુ ઉમટે છે, અલબત્ મહામારીના સમયને બાદ કરતાં, અહીં રામનવમીથી 3 દિવસ સુધી ઉત્સવની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હનુમાનજીનું આ મંદિર ખુબ જ પ્રખ્યાત છે.

8 / 10
કષ્ટભંજન હનુમાન મંદિર ગુજરાતના સારંગપુરમાં આવેલું છે. વિશાળ કિલ્લાની અંદર કષ્ટભંજન દેવની ખુબ સુંદર પ્રતિમાના દર્શન થાય છે. મંદિરના ભવ્ય મંડપની અંદર રાજાધિરાજ જેવો ઠાઠ હનુમાનજીનો છે.  મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સુવર્ણ અને ચાંદીની ગાદી પર બિરાજમાન છે. અંહી બજરંગબલીના ચરણોમાં શનિદેવના દર્શન થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાનંદ સ્વામી દ્વારા હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે.  આ સ્થાન પર આવનારા તમામ લોકો પરના ભુત-પ્રેતનો ઓછાયો બજરંગબલી દુર કરે છે.

9 / 10
આ મંદિર ભારતની રાજધાની દિલ્હીની મધ્યમાં કનોટ પ્લેસમાં સ્થિત છે. કહેવાય છે કે પાંડવોએ કૌરવોને હરાવ્યા બાદ આ સ્થાન પર મંદિરની સ્થાપના કરી હતી.આ મંદિરમાં હનુમાનજીની બાળપણની મૂર્તિ સ્થાપિત છે. જેમાં એક હાથમાં રમકડાં અને બીજો હાથ છાતી પર રાખવામાં આવે છે. આખા ભારતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાનજી બાળ સ્વરૂપમાં છે. કહે છે કે મોદક લડ્ડુ ચડાવનારા ભક્તો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. લોકકથાઓ મુજબ મોગલ બાદશાહ અકબરે પુત્ર રત્ન મેળવવા માટે અહીં વિશેષ ઉપાસના કરી હતી, જેના કારણે હનુમાનજીએ તેમને આશીર્વાદ આપ્યા અને અકબરને સલીમ જેવો પુત્ર મળ્યો. તેથી જ આજે પણ આ મંદિર ઉપર ચંદ્રનું પ્રતિક બનાવવામાં આવ્યું છે.

10 / 10
આ મંદિર બિલાસપુરથી 25 કિમીના અંતરે રતનપુરમાં સ્થિત છે. તે મહામાયા શહેર તરીકે પણ ઓળખાય છે .તેને ભારતનું સૌથી વિશિષ્ટ મંદિર માનવામાં આવે છે કારણ કે તે હનુમાનજીનું એકમાત્ર મંદિર છે જેમાં હનુમાનજીએ સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું છે.

Next Photo Gallery