ઉત્તરાયણ 2024 : ઉત્તરાયણ પહેલાં રાજકોટમાં કાનપુરના કારીગરોના ધામા, પતંગની દોરી તૈયાર કરી ચલાવે છે ગુજરાન, જુઓ ફોટો
ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પતંગની દોરી તૈયાર કરવાનો વ્યવસાય હાલ ધમધમી રહ્યો છે. રાજકોટમાં પણ ખાસ કાનપુરથી આવેલા વેપારીઓએ પતંગની દોરી બનાવવાનું ચાલુ કરી દીધુ છે. રાજકોટમાં કાનપુરના મિથુન દોરીવાલા લગભગ છેલ્લા 35 વર્ષથી આ દોરી તૈયાર કરવાનો વ્યવસાય કરવા આવે છે.