1 / 6
Highest paid Salary: જગદીપ સિંહનું નામ હવે દુનિયામાં સૌથી વધુ પગારના મામલે ટોપ પર છે. આ દિવસોમાં નામ અને ચહેરો વાયરલ થઈ રહ્યો છે. ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક જગદીપ સિંહનો દૈનિક પગાર રૂ. 48 કરોડ છે, જે વાર્ષિક રૂ. 17,500 કરોડની બરાબર છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ પણ સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓમાંથી એક છે. પિચાઈનો એપ્રિલ 2023 સુધીનો વાર્ષિક પગાર રૂ. 1663 કરોડ છે, જેમાં ભથ્થાનો સમાવેશ થાય છે. જો તેમનું કુલ વળતર ઉમેરવામાં આવે તો તેમનો વાર્ષિક પગાર અંદાજે રૂ. 1854 કરોડ થાય છે, જે આશરે રૂ. 5 કરોડ પ્રતિદિન છે.