ભારતના આ રાજ્યમાં હિંદુઓ પણ કરી શકે છે બે લગ્ન, પરંતુ આ શરતોનું કરવું પડશે પાલન
હિંદુ ધર્મ અનુસાર વ્યક્તિ બેલગ્ન કરી શકતો નથી. હિંદુ મેરેજ એક્ટ 1955 હેઠળ ભારતમાં બે લગ્ન કરવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ ભારતમાં માત્ર એક જ રાજ્ય છે, જ્યાં હિંદુ પુરુષ અમુક શરતો હેઠળ બે લગ્ન કરી શકે છે. ત્યારે આ લેખમાં આ રાજ્ય વિશે જાણીશું.
1 / 5
ભારતમાં રહેતા હિન્દુ ધર્મના લોકો માટે એક નિયમ છે. અહીં તમે કાયદેસર રીતે બે લગ્ન કરી શકતા નથી. હિંદુ મેરેજ એક્ટ 1955 હેઠળ ભારતમાં બે લગ્નની કોઈ જોગવાઈ નથી. બે લગ્ન કરવા માટે પ્રથમ સાથીદારને છૂટાછેડા આપવા જરૂરી છે અથવા તો તેનું નિધન થયું હોય તો બે લગ્ન થઈ શકે છે.
2 / 5
ભારતીય રાજ્ય ગોવા પર પોર્ટુગલનું શાસન હતું. તે સમયે 1867 માં પોર્ટુગીઝ નાગરિક સંહિતા ત્યાં લાગુ કરવામાં આવ્યો હતો. તે સમયે બ્રિટિશ રાજ દરમિયાન પણ સિવિલ કોડ બનાવવામાં આવ્યો ન હતો. પોર્ટુગીઝ સરકારે આ કાયદો ગોવાની વસાહત માટે બનાવ્યો હતો, કારણ કે તે સમયે ગોવામાં ખ્રિસ્તી અને હિન્દુ આ બે ધર્મના લોકો વધુ હતા.
3 / 5
મળતી માહિતી મુજબ, તે સમયે ગોવામાં હિંદુઓમાં એકથી વધુ લગ્ન કરવાનો રિવાજ હતો. જો કે જ્યારે ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ કાયદો અમલમાં આવ્યો ત્યારે તમામ રાજ્યોના લોકો તેના દાયરામાં આવ્યા હતા, પરંતુ આ કાયદો ગોવામાં જન્મેલા લોકો પર સંપૂર્ણપણે લાગુ પડતો ન હતો.
4 / 5
આ કાયદો માત્ર ગોવામાં જન્મેલા લોકોને અમુક શરતો સાથે એક પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવાની છૂટ આપે છે. ગોવામાં આ કાયદો હજુ પણ લાગુ છે.
5 / 5
તેની પ્રથમ શરત એ છે કે જો પત્નીને 25 વર્ષની ઉંમર સુધી કોઈ સંતાન ન હોય તો પતિ ફરીથી લગ્ન કરી શકે છે. બીજી શરત મુજબ જો પત્ની 30 વર્ષની ઉંમર સુધી પુત્રને જન્મ ન આપે તો પણ પતિ ફરીથી લગ્ન કરી શકે છે.