Happy Birthday gul panag : પાયલોટથી લઈ કાર રેસર ગુલ પનાગ, ટેલેન્ટની કોઈ કમી નથી આ એક્ટ્રેસમાં

|

Jan 03, 2022 | 8:41 AM

એક્ટ્રેસ ગુલ પનાગ ખૂબ જ ટેલેન્ટેડ છે. તે જેટલી સારી એક્ટ્રેસ છે. તેટલી જ શાનદાર કાર રેસર છે. આ સિવાય તે પાઈલટ પણ છે. ગુલ પાસે ઘણી પ્રતિભા છે, જેને જોઈને ફેન્સ હંમેશા આશ્ચર્યચકિત થઈ જાય છે.

1 / 5
એક્ટ્રેસ હોવા ઉપરાંત  ગુલ પનાગ વોઇસ એક્ટ્રેસ મોડેલ  અને રાજકારણી પણ રહી ચુકી છે. ગુલ પનાગનું પૂરું નામ ગુરકીરત કૌર પનાગ છે. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસે વર્ષ 1999માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

2 / 5
ગુલે વર્ષ 2003માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેની પ્રથમ ફિલ્મ ધૂપ હતી. ગુલે મનોરમા સિક્સ ફીટ અંડર, હેલો, સ્ટ્રેટ અને અબ તક છપ્પન 2 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ગુલે હિન્દી સિવાય પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

3 / 5
ગુલે વર્ષ 2011માં તેના બોયફ્રેન્ડ ઋષિ અટારી સાથે લગ્ન કર્યા હતા. ગુલની વિદાય ખૂબ લોકપ્રિય બની હતી કારણ કે તે બુલેટ લઈને ઘરની બહાર નીકળી ગઈ હતી. બંનેને દીકરો નિહાલ છે. ગુલે તેના પુત્રના જન્મની વાત લાંબા સમય સુધી છુપાવી હતી.

4 / 5
ગુલ રાજકારણમાં પણ હાથ અજમાવી ચૂકી છે. વર્ષ 2014માં તેમણે આમ આદમી પાર્ટી વતી ચૂંટણી લડી હતી. જોકે તેણી હારી ગઈ હતી. તે પછી તે રાજકારણમાં બહુ સક્રિય ન હતી.

5 / 5
તમને જણાવી દઈએ કે ગુલ પાયલટ અને કાર રેસર પણ છે. એક્ટ્રેસે  પોતાની સિદ્ધિઓથી ઘણી વખત સાબિત કર્યું છે કે મહિલાઓ કંઈ પણ કરી શકે છે. તે ઘણી મહિલાઓ માટે પ્રેરણારૂપ છે.

Next Photo Gallery