Devankashi rana |
Jan 13, 2025 | 4:30 PM
આપણે જ્યારે નવો ફોન ખરીદીએ છીએ, ત્યારે તે એક બોક્સમાં પેક થઈને આવે છે. આ બોક્સમાં ફોન સાથે આવતી એસેસરીઝ પણ આવે છે. મોટાભાગના લોકો પોતાનો સ્માર્ટફોનને તે બોક્સમાંથી કાઢ્યા બાદ કચરો સમજીને ફેંકી દે છે. પરંતુ તમે આ ભૂલ ના કરતા.
સ્માર્ટ ફોનનું ખાલી બોક્સ ખુબ કામનું છે કારણ કે તેની એક સિક્રેટ કોડ લખેલો હોય છે જે મોટાભાગના લોકો નથી જાણતા. ત્યારે ચાલો જાણીએ કે કયો સિક્રેટ કોડ ફોનના બોક્સ પાછળ લખેલો હોય છે.
તમને જણાવી દઈએ કે બોક્સની પાછળ જે સિક્રેટ કોડ લખેલો હોય છે તે એક્સપાયરી ડેટ છે. જેવી રીતે બધી વસ્તુની એક્સપાયરી ડેટ હોય છે તેમ ફોનની પણ એક્સપાયરી ડેટ હોય છે.
તે એક્સપાયરી ડેટ નક્કી કરે છે કે ઉત્પાદનનો ઉપયોગ કેટલો સમય કરી શકાય. જેમ દરેક પ્રોડક્ટની એક્સપાયરી ડેટ હોય છે, તેવી જ રીતે ફોનમાં પણ કેટલાક એવા સંકેતો દેખાવા લાગે છે જે સ્પષ્ટ કરે છે કે તમારે હવે નવો ફોન ખરીદવો જોઈએ.
તમને જણાવી દઈએ કે ફોનની એક્સપાયરી ડેટ ક્યારેય સત્તાવાર રીતે નક્કી કરવામાં આવતી નથી. પરંતુ કેટલીક બાબતો એવી છે જે આપણને અહેસાસ કરાવે છે કે હવે ફોન બદલવાનો સમય આવી ગયો છે.
તે સિવાય ફોનના ખાલી બોક્સ પર IMEI કોડ લખેલો હોય છે. જોકે આ કોડ તમને આ મોબાઇલ બિલ/રસીદ પર મળી શકે છે. પણ બિલ ન મળે ત્યારે તમે અહીં થી આ નંબર કાઢી શકો છો. આ IMEI કોડ મોબાઇલની વિશિષ્ટ રીતે ઓળખ કરે છે.
જો તમે ભવિષ્યમાં તમારો ફોન વેચવા માંગતા હો, તો આખું બોક્સ અને તેમાં સમાવિષ્ટ એક્સેસરીઝ તમારા ઉપકરણની કિંમતમાં વધારો કરી શકે છે. બોક્સ સાથેનો ફોન વધુ પ્રીમિયમ માનવામાં આવે છે અને ખરીદદારો પર સારી છાપ બનાવે છે. તે તમારા ફોનની વિશ્વસનીયતા અને કાળજીનો પણ પુરાવો આપે છે.