Imane Khelif: ‘જેન્ડર’ વિવાદો વચ્ચે ઈમાન ખલીફએ જીત્યો ગોલ્ડ મેડલ, મોટાભાગની મેચ રહી એક તરફી

|

Aug 10, 2024 | 1:34 PM

Imane Khelif Gold Medal: લિંગ વિવાદના કારણે ચર્ચામાં રહેનારી અલ્જેરિયાની મહિલા બોક્સર ઈમાન ખલીફએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ચીનની યાંગ લિયુને હરાવીને ગોલ્ડ જીત્યો હતો.

1 / 6
Imane Khelif Gold Medal Medal Amid Gender Controversy:અલ્જેરિયાની મહિલા બોક્સર ઈમાન ખલીફ (Imane Khelif) પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગયા શુક્રવારે ઈમાન ખલીફાએ મહિલાઓની 66 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ જીત્યો હતો. અલ્જેરિયાની મહિલા બોક્સર લિંગ વિવાદને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. ઈમાન ખલીફ પર બાયોલોજિકલ મેલ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. ઈમાને ચીનની યાંગ લિયુ સામેની ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

2 / 6
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું માનવું હતું કે તે તેમના માનકોમાં ખરી ઉતરી છે, જેના કારણે તેને સ્પર્ધામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. ઈમાન આખરે ગોલ્ડ મેડલ જીત્યો. પરંતુ નોંધનીય બાબત એ છે કે અલગ-અલગ મેચોમાં ભાગ લેનાર વિવિધ દેશોની મહિલા બોક્સરોએ ઈમાન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

3 / 6
ઈમાન ખલીફએ ઈટાલીની બોક્સર એન્જેલા કેરિની સામે 16મા રાઉન્ડની મેચ રમી હતી. ઈટાલિયન બોક્સરે થોડી જ સેકન્ડોમાં ઈમાન ખલીફ સામે ફાઈટ છોડી દીધી હતી અને તે રિંગમાંથી બહાર નીકળી ગઈ હતી. આ પછી ઈમાન ખલીફાએ ફાઈનલ સુધી તેની તમામ મેચો એકતરફી જીતી લીધી હતી.

4 / 6
ક્વાર્ટર ફાઈનલમાં ઈમાન ખલીફનો મુકાબલો હંગેરીની લ્યુકા અન્ના હામારી સામે થયો હતો. આ મેચમાં ઈમાન ખલીફએ 5-0થી જીત મેળવીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી. ત્યાર બાદ સેમિફાઈનલમાં અલ્જેરિયાના બોક્સરે થાઈલેન્ડના જાનજેમ સુવાન્નાફેંગને 5-0થી હરાવ્યું હતું.

5 / 6
સેમીફાઈનલમાં શાનદાર જીત નોંધાવનાર ઈમાન ખલીફએ ફાઈનલમાં પણ એકતરફી જીત મેળવી હતી. ગોલ્ડ મેડલ માટે રમાયેલી ફાઇનલમાં ઇમાને ચીનની યાંગ લિયુને 5-0થી હરાવી હતી. આ રીતે તેણે વિવાદો વચ્ચે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો.

6 / 6
ઉલ્લેખનીય છે કે ઈમાન ખલીફાને 2023માં આયોજિત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાંથી બહાર કરવામાં આવી હતી. ઈમાન ચેમ્પિયનશિપમાં જેન્ડર એલિજિબિલિટી માપદંડને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે તેને બહાર થવું પડ્યું હતું.

Published On - 1:27 pm, Sat, 10 August 24

Next Photo Gallery