‘ચમકિલા’ માટે પરિણીતી ચોપરાએ વધાર્યું હતું 15 કિલો વજન, હવે આ રીતે થઈ સ્લિમ, ફિટનેસ જર્નીનો શેર કર્યો વીડિયો
પરિણીતી ચોપરા તેની ફિલ્મ 'ચમકિલા'ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે દિલજીત દોસાંજ સાથે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ માટે અભિનેત્રીએ પોતાનું વજન 15 કિલો વધાર્યું હતું. હવે જુઓ કેવી રીતે અભિનેત્રી વજન ઉતારી રહી છે. પરિણીતીએ તેની ફિટનેશ જર્નીનો વીડિયો શેર કર્યો છે.
1 / 5
સુંદર અભિનેત્રી પરિણીતી ચોપરાએ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ પરિણીતી ચોપરાએ બોલિવૂડ છોડ્યું નથી અને લગ્ન બાદ તે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ મિશન રાનીગંજમાં જોવા મળી હતી. જો કે અભિનેત્રીએ લગ્ન પહેલા આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું.
2 / 5
હવે પરિણીતી દિગ્દર્શક ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ચમકિલા' માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં પરિણીતી પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાની પત્ની અમરજોત સિંહ ચમકીલાની ભૂમિકા ભજવશે.
3 / 5
હવે પરિણીતી ચોપરાએ આ ફિલ્મ સાથે જોડાયેલા પોતાના અનુભવો તેના ફેન્સ સાથે શેર કર્યા છે. પરિણીતીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરીને પરિણીતીએ તેના ચાહકોને ચોંકાવનારી વાતો જણાવી છે. એ ફિલ્મ માટે તેણે 15 કિલો વજન વધાર્યું છે. પરિણીતીએ આ પોસ્ટ શેર કરી છે.
4 / 5
પરિણીતીએ આ વીડિયોના કેપશનમાં લખ્યું છે, સંગીત અને ફૂડ, જે મારી રૂટિન છે. ફિલ્મ બની ગઈ છે અને હવે હું જીમમાં મારી ફિટનેસ પાછી મેળવી રહી છુ. મારે હજી બોડી પહેલા જેવી કરવાની છે.
5 / 5
ચમકીલા વિશે વાત કરવામાં આવે તો ફિલ્મ ચમકીલા એ બે પંજાબી સ્ટાર ગાયક અમર સિંહ ચમકીલા અને તેમની પત્ની અમજોત કૌરની મૂવી છે, જેમને 1988 માં સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન તેમના બેન્ડના બે સભ્યો સાથે ગોળી મારી દેવામાં આવી હતી. તે સમયે અમર સિંહ ચમકીલા માત્ર 27 વર્ષના હતા અને દેશભરમાં લોકપ્રિય હતા. આ ફિલ્મ બહુ જલ્દી નેટફ્લિક્સ પર રીલિઝ થવા જઈ રહી છે.
Published On - 10:08 pm, Mon, 4 December 23