જાણો કોણ છે જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા? મંદિરથી લઈ પાર્ટીઓમાં સાથે જોવા મળી ચૂક્યા છે

|

Jan 02, 2024 | 1:33 PM

બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર હાલમાં પોતાની લવ લાઈફને લઈને ખુબ ચર્ચામાં છે. તો ચાલો જાણીએ કે, જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા કોણ છે અને શું કરે છે.શિખર પહાડિયાનું નામ જાહ્નવી કપુર કોફી વીથ કરણમાં લઈ ચૂકી છે.

1 / 6
 શ્રી દેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂર શિખર પહાડિયાને લઈને ચર્ચામાં રહે છે. જાહ્નવીએ હાલમાં જ કોફી વિથ કરણમાં જોવા મળી હતી આ દરમિયાન તેમણે  શિખરનું નામ ભૂલથી લઈ લીધું હતુ.

2 / 6
હવે સૌ કોઈ જાણવા માંગે છે કે, આ શિખર પહાડિયા કોણ છે જેના પર જાહ્નવી કપૂર દિલ આપી બેઠી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જાહ્નવી કપૂર અને શિખરના અફેરની ચર્ચાઓ ચાલી રહી છે.

3 / 6
શિખર પહાડિયા ચર્ચામાં રહેતો હોય છે અને તમને જાણીને નવાઈ લાગશે કે, તે ખરેખર પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે.સુશીલ કુમારને ત્રણ દિકરીઓ છે અને શિખર સ્મૃતિ શિંદેનો પુત્ર છે. શિખર અને જાહ્નવી બંન્ને સ્કુલ સમયથી સારા મિત્રો છે અને હાઈસ્કુલ સુધી સાથે અભ્યાસ કર્યો છે.

4 / 6
તમને જાણીને નવાઈ લાગશે કારણ કે, શિખર પહાડિયા એક પ્રોફેશનલ પોલો પ્લેયર છે અને તે અંદાજે 26 વર્ષનો છે. બંન્ને મંદિરથી લઈને ઈવેન્ટ કે પછી પાર્ટીઓમાં સાથે જોવા મળતા હોય છે.

5 / 6
‘કોફી વિથ કરણ સીઝન 8’ના પ્રોમોમાં રેપિડ ફાયર દરમિયાન, જાહ્નવીને તેના સ્પીડ ડાયલ પર ત્રણ લોકોના નામ જણાવવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે તેના પિતાનું નામ બોની કપૂર, તેની બહેનનું નામ ખુશુ લીધું અને અજાણતાં તેના શિખુ (શિખર પહાડિયા)નું નામ લીધું હતુ. ત્યારથી બંન્નેની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

6 / 6
તમને જણાવી દઈએ કે, જાહ્નવીની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે ટુંક સમયમાં રાજકુમાર રાવની સાથે Mr and Mrs Mahiમાં જોવા મળશે. આ સાથે તે સાઉથમાં પણ ડેબ્યુ કરશે.

Next Photo Gallery