નવીન કુમાર ગૌડા સાઉથના સૌથી મોટા ખેલાડી, કેવી રીતે બન્યો ચાહકોનો રોકી ભાઈ
સાઉથ સુપરસ્ટાર યશ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સાઉથમાં તેની મોટી ફેન ફોલોઈંગ જોવા મળે છે. આ ફિલ્મે વર્ષ 2022માં સફળતા શિખરો પાર કર્યા છે.યશની ફેન ફોલોઈંગ તેને આ સ્થાન સુધી પહોંચાડવાનું એક મોટું માધ્યમ છે.
1 / 6
સાઉથ ફિલ્મ કેજીએફે બાહુબલી બાદ દુનિયાભરમાં સાઉથનો ક્રેઝ જોવા મળ્યો હતો. બાહુબલીની જેમ ફિલ્મના પહેલા પાર્ટને સારી સફળતા મળી હતી પરંતુ બાહુબલીની જેમ કેજીએફ ચેપ્ટર 2 રિલીઝ થઈ અને તે દેશ દુનિયામાં રેકોર્ડ તોડવા લાગી હતી. બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, કેજીએફ ચેપ્ટર 2ની સફળતાએ સાઉથ સુપરસ્ટાર યશની પોપ્યુલારિટી વધારી હતી
2 / 6
યશનો જન્મ 8 જાન્યુઆરી 1986માં કર્ણાટકના હાસનમાં થયો છે. તેમજ તેનું નામ નવીન પાડવામાં આવ્યું ત્યાર બાદ યશવંત રાખવામાં આવ્યું હતુ. આમ તેનું આખું નામ નવીન કુમાર ગૌડા છે. તે ઈન્ડસ્ટ્રીમાં આવ્યો તો અનેક લોકોએ તેમને નામ બદલવાની સલાહ આપી હતી. પરંતુ અભિનેતાએ યશવંત નામ માથી યશ નામ પાડ્યું હતુ.
3 / 6
તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2004માં ઉત્તરાયણ નામની સિરિયલથી કરી હતી. તેણે ધીમે ધીમે ટીવીની દુનિયામાં પોતાની ઓળખ બનાવી.
4 / 6
3 વર્ષમાં 5-6 ટીવી શોમાં કામ કર્યા પછી, યશે મોટી છલાંગ લગાવી અને તેની પ્રથમ કન્નડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ જાંબાડા હુડુગી રિલીઝ થઈ. આ ફિલ્મ એટલી સફળ રહી કે તે 100 થી વધુ દિવસો સુધી સિનેમાઘરોમાં ચાલી. મતલબ કે યશે તેની પહેલી જ ફિલ્મથી અસર બતાવવાનું શરૂ કર્યું.
5 / 6
2018 તેની કારકિર્દીમાં સારી સાબિત થઈ હતી. આ વર્ષે તે તેની ફિલ્મ KGF ચેપ્ટર 1 માં રોકી ભાઈની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તેમનું પાત્ર લોકોને પસંદ આવ્યું અને ફિલ્મે 250 કરોડ રૂપિયાની કમાણી કરી અને આ ફિલ્મ પણ 100 દિવસથી વધુ સમય સુધી સિનેમાઘરોમાં ચાલી.
6 / 6
યશના ચાહકોની વાત કરીએ તો યશની ફેન ફોલોઈંગ ખુબ જ શાનદાર છે.એટલા માટે કેજીએફની રિલીઝ પહેલા, યશના ચાહકોએ મેદાન પર તેનું સૌથી મોટું પોસ્ટર બનાવવા માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. એટલું જ નહીં, એકવાર યશના જન્મદિવસ પર 5000 કિલો વજનની કેક કાપવામાં આવી હતી.