
શરીરને ફાયદાકારક બેક્ટેરિયા શું કામ કરે છે. એવો જાણીએ. સંશોધકોનું કહેવું છે કે, કેપ્સ્યુલની મદદથી જ્યારે આંતરડાના બેક્ટેરિયાને યોગ્ય માત્રામાં શરીરમાં લાવવામાં આવે છે, ત્યારે તે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા એટલે કે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. નેધરલેન્ડના સંશોધકોને બેક્ટેરિયાની આ ગુણવત્તા વિશે 10 વર્ષ પહેલા ખબર પડી હતી. દૂધ અને ડેરી ઉત્પાદનોમાં જોવા મળતા આ બેક્ટેરિયા શરીરમાં બળતરા ઘટાડવાનું પણ કામ કરે છે.

સંશોધનમાં સામેલ પ્રો-બાયોટિક સપ્લિમેન્ટ્સના ઉત્પાદક કનેકા દાવો કરે છે કે શરીરમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધવાથી માત્ર રિકવરીને વેગ મળે છે, પરંતુ વાયરલ લોડ પણ ઓછો થાય છે. એટલે કે શરીરમાં વાયરસની સંખ્યા અને તેની અસર પણ ઓછી થાય છે. આ સંશોધન કરનાર ઈંગ્લેન્ડની પ્લાઈમાઉથ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે ટ્રાયલ સફળ રહી છે.