1 / 5
Jio, Airtel અને Vi ને સખત સ્પર્ધા આપવા માટે, BSNL સતત નવી ઑફર્સ લાવી રહ્યું છે. કંપનીના સસ્તા પ્લાનનો લાભ લેવા લાખો લોકોએ તેમના નંબર BSNL પર પોર્ટ કર્યા છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. પ્રાઈવેટ કંપનીઓના રિચાર્જ પ્લાન મોંઘા થયા બાદ મોબાઈલ યુઝર્સ પાસે સસ્તા પ્લાન માટે માત્ર BSNLનો વિકલ્પ બચ્યો છે. BSNL એ હવે તેની યાદીમાં રિચાર્જ પ્લાનનો સમાવેશ કર્યો છે જેણે Jio, Airtel અને VIનું ટેન્શન વધાર્યું છે.