કચ્છીઓ માટે ગુડ ન્યુઝ, ભુજથી મુંબઈ વચ્ચે શરૂ થઈ નવી ફ્લાઇટ
કચ્છના પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભુજ એરપોર્ટથી વધુ એક ફ્લાઇટ સેવા શરૂ થઈ છે. એર ઇન્ડિયા દ્વારા ભુજથી મુંબઈ વચ્ચે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. એર ઇન્ડિયાની 122 સીટર ફ્લાઇટમાં આજથી પ્રવાસીઓ મુસાફરી કરી શકશે. ભુજ એરપોર્ટ પર પ્રથમ ફ્લાઇટનું વોટર સેલ્યુટ આપીને સ્વાગત કરવામાં આવ્યું.