અમદાવાદના શોર્યેએ 1 મિનિટમાં 100 કરન્સીમાંથી 72 કરન્સી ઓળખી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અમદાવાદનો (Ahmedabad) એક એવો બાળક કે જેણે નાની ઉંમરે તેનું અને તેના પરિવારનું અને અમદાવાદ અને ગુજરાતનું ( Gujarat ) નામ રોશન કર્યું છે. કેમ કે 8 વર્ષની ઉંમરે તે બાળકે એક બે નહિ પણ ત્રણ રેકોર્ડ બનાવ્યા છે અને તેમાં આજે તેણે 1 મિનિટમાં 100 કરન્સી ( Currency)માંથી 72 કરન્સી ઓળખી બતાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record) બનાવ્યો છે.

| Edited By: | Updated on: May 15, 2022 | 9:01 PM
4 / 5
આજે તેણે ત્રીજો રેકોર્ડ સર કર્યો અને તે છે 1 મિનિટમાં જ 100 કરન્સીમાંથી 72 કરન્સી ઓળખી બતાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો. જે રેકોર્ડ પાછળ શૌર્યની માતા હેમાબેને શૌર્યની મહેનત સાથે પરિવારની પણ મહેનત હોવાનું જણાવી આ સિદ્ધિથી ગર્વની અનુભૂતિ કરી હોવાનું જણાયું. સાથે જ અન્ય પરિવારને પણ તેમના બાળકની સ્કિલ ઓળખી તે દિશામાં આગળ વધવા પણ જણાવ્યું. જેથી બાળકનું ભવિષ્ય વધુ સારું અને ઉજળું બની શકે.

5 / 5
શૌર્યના પિતા બિઝનેસમેન છે. તેમજ શૌર્યની માતા બુગી વુગી સિરિયલમાં ભાગ લેનાર અને ભરત નાટીયમમાં સારી સિદ્ધિ હાંસલ કરનાર છે. જેથી પરિવાર સદ્ધર અને નામના ધરાવતો હોવાથી શૌર્યની પણ કંઈક અલગ કરવાની ઈચ્છા વધુ પ્રબળ બની અને આજે તેણે ચાર મહિનાની મહેનત અને ટ્રેનિંગ બાદ આજે આ સિદ્ધિ હાંસલ કરી. જે એક ગર્વની બાબત ગણી શકાય. કેમ કે બાળકની મહેનત અને લગન વગર તે આ સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હોત.